જામનગર ખાતે રોટરી ક્લબ ઓફ સેનોરાસ દ્વારા “હુંફ” પ્રોજેક્ટ નું આયોજન કરાયું

જામનગર,

જામનગર ખાતે તા. ૨૯/૭/૨૦ રોજ રોટરી ક્લબ ઓફ સેનોરાસ દ્વારા “હુંફ” પ્રોજેક્ટ નું આયોજન સોઢા વાડી નંદ ઘર આંગણવાડી માં કરવામાં આવેલ હૂંફ એ સગર્ભા સ્ત્રીઓ માટે નો પ્રોગ્રામ છે.

એમાં તેમને શું ખાવું જોઈએ તે સમજાવવામાં આવ્યું તથા ૧.૫ કિલો નું પેકેજ જેમાં ગોળ, ચણા અને ખજૂર આપવામાં આવેલ હતું. આર્થિક રીતે પછાત તેમજ જેમને લોહી ના ટકા ઓછા હોઈ તેમને આપવા માં આવ્યું હતું.

રોટરી કલબ ના પ્રમુખ ડો. પ્રવિણા સંતવાણી , પ્રોજેક્ટ ચેર સારાબેન્ મકવાણા અને મેડિકલ ઓફિસર ડો. હિંગોરા આંગણવાડી ના સ્ટાફ હાજર રહેલ. કોરોના ના કારણે સોશિયલ ડિસ્ટન્સ જાળવી ને કાર્યક્રમ ની પૂર્ણાહુતિ કરવા માં આવી હતી.

Related posts

Leave a Comment