શ્રી હડિયાણા કન્યા શાળાના શિક્ષકોનું સરાહનીય કાર્ય….

હડિયાણા,

કોરોના જેવી વૈશ્વિક મહામારી વચ્ચે આજે જ્યારે સમગ્ર રાજ્યની શાળાઓ બંધ છે ત્યારે બાળકોના શિક્ષણની સૌને ચિંતા રહે છે જામનગર જિલ્લાના જોડિયા તાલુકા ની હડિયાણા કન્યાશાળા માં બાળકોના અભ્યાસ માટે શાળાના આચાર્ય શ્રી અરવિંદ મકવાણા ના માર્ગદર્શન હેઠળ ઓનલાઇન શિક્ષણ ચાલી રહ્યું છે જેમાં ધોરણ ૬ થી ૮ ના બાળકોનું શાળાના ધમસાણિયા ચંપકકુમાર, મકવાણા સુરેશભાઈ અને બારૈયા દેવાંગીબેન દ્વારા માઈક્રોસોફ્ટ ટિમ નામની એપ્લિકેશન દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એ ઉપરાંત whatsapp youtube જેવા સોશિયલ મીડિયાના વિવિધ માધ્યમો દ્વારા બાળકોને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.


આ ઉપરાંત શાળાના આચાર્ય અરવિંદ મકવાણા તથા અન્ય શિક્ષકો દ્વારા ફાજલ રહેતા સમયમાં શાળા ની બેન્ચીસ, કબાટ, ટેબલ વગેરે ફર્નિચર નું કલર કામ કરી રહ્યા છે ઉપરાંત ફૂલ છોડ વાવવા માટે ના કુંડાઓમાં કલરકામ કરી તેમાં વિવિધ રચનાત્મક કામગીરી કરવામાં આવી રહી છે….

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment