હિન્દ ન્યુઝ, સાબરકાંઠા
સાબરકાંઠામાં જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી હસ્તક ચાલતી રાષ્ટીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત કાર્યરત સ્વ સહાય જૂથો ધ્વારા વિવિધ પ્રકારની ચીજ-વસ્તુઓનું ઉપ્તાદન કરવામાં આવે છે. આ દિવાળી પર્વ નિમિત્તે જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી કે.પી.પાટીદારના માર્ગદર્શન તેમજ જિલ્લાના તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓના સહિયોગ થકી સ્વ સહાય જૂથો ધ્વારા ઉત્પાદન કરવામાં આવતી ચીજ-વસ્તુઓનું સ્થાનિક કક્ષાએ વધુમાં વધુ વેચાણ કરી શકાય તે માટે તમામ તાલુકા કક્ષાએ તા.૨૧/૧૦/૨૦૨૪ થી તા.૨૫/૧૦/૨૦૨૪ સુધી અલગ અલગ ગામોના બે થી પાંચ રૂટ નક્કી કરી રિક્ષા / ઇકો વાહન ભાડે રાખી સ્વ સહાય જૂથ ધ્વારા ઉત્પાદિત પ્રોડક્ટનું માર્કેટીગ માટેનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સ્વ સહાય જૂથોની વિવિધ પ્રકારની પ્રોડક્ટ જેવી કે રંગબે રંગી દીવડા, મુખવાસ, ફરસાણ, મીણબત્તી, ઘર સુશોભનની વિવિધ વસ્તુઓ, તોરણ, જુમ્મર, મડવર્ક પેન્ટિંગ, હેંગીગ પર્સ વગેરે નું વેચાણ કરવામાં આવશે.સ્વ સહાય જૂથો મારફતે ઉત્પાદિત ચીજ-વસ્તુઓને સ્થાનિક બજાર પૂરું પાડી મહિલાઓ આત્મનિર્ભર બને તે માટેનો પ્રયાસ રાષ્ટ્રીય આજીવિકા મિશન ટીમ સાબરકાંઠા ધ્વારા કરવામાં આવ્યો છે.