વડોદરા, જામનગર અને મહારાષ્ટ્રના ત્રણ પરિવારોને ચાર અનાથ બાળકોને દત્તક પૂર્વેના ઉછેર માટે સોંપતા જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી

દિવાળી પહેલા ત્રણ પરિવારોમાં દિવાળી

હિન્દ ન્યુઝ, સુરત

      વડોદરા, જામનગર અને મહારાષ્ટ્રના ત્રણ પરિવારોને સ્પેશ્યલ એડોપ્શન એજન્સી-સુરતના માધ્યમથી સુરતના ચાર અનાથ બાળકોને દત્તક પૂર્વેના ઉછેર માટે જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધીના હસ્તે સોંપવામાં આવ્યા હતા. દિવાળી પહેલા જ આ ત્રણ પરિવારોમાં દિવાળીની ઉજવણીનો માહોલ સર્જાયો છે.

          કતારગામ અનાથ બાળાશ્રમ- વી.આર.પોપાવાલા ચિલ્ડ્રન હોમમાં આશ્રય મેળવી રહેલા ૪ બાળકોમાં બે ૬ અને ૪ વર્ષના સગા ભાઈઓ છે. આ બે બાળબંધુઓને વડોદરાના દંપતિને, એક ૪ વર્ષના બાળકને જામનગરના દંપતિ, અને એક અઢી વર્ષના બાળકને મહારાષ્ટ્ર રાજ્યના કલ્યાણના દંપતિને એડોપ્શન રેગ્યુલેશન-૨૦૨૨ ના નિયમો મુજબ દત્તક પૂર્વના ઉછેર માટે સોંપવામાં આવ્યા હતા. સુરત કલેક્ટર કચેરી ખાતે આ પરિવારોમાં દિવાળી પહેલા જ દિવાળીની ઊજવણી થઈ રહી હોય એવા ઉમંગભર્યા દ્રશ્યો સર્જાયા હતા.

            કલેક્ટર દત્તક ઈચ્છુક દંપતિઓને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સમાજ સુરક્ષા અધિકારી જિજ્ઞેશ ચૌધરીના માર્ગદર્શન હેઠળ બાળ સુરક્ષા અધિકારી વિજય પરમાર અને કચેરીની ટીમ દ્વારા સમગ્ર પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી.

Related posts

Leave a Comment