દિયોદર,
ઉત્તર ગુજરાત માં ઘણા સમય થી ચોમાસા ની શરૂઆત થઈ હોવા છતાં નહિવત વરસાદ છે. જેમાં બનાસકાંઠા જિલ્લા ના દિયોદર પથક તેમજ ગ્રામીણ વિસ્તાર માં પણ નહિવત વરસાદ ના કારણે ખેડૂતો મુંજવણ માં મુકાયા હતા જેમાં ચોમાસુ ખેતી માં નુકશાન આવવાની સંભાવના વ્યક્ત કરી હતી, ત્યારે આજે દિયોદર માં લાંબા સમય ના વિરામ બાદ ધોધમાર વરસાદ નું આગમન થયું હતું. આજે શુક્રવાર ના રોજ સાંજ ના સુમારે એકાએક વાતાવરણ માં પલટો આવ્યો હતો જેમાં ધમાકેદાર વરસાદ નું આગમન થતા શહેરીજનો ગરમી માંથી રાહત મેળવી હતી.
આજે ધોધમાર વરસાદ ના કારણે નીચાણવાળા વિસ્તાર માં વરસાદી પાણી ભરાયા હતા. જો કે ગ્રામીણ વિસ્તાર માં હજુ નહિવત વરસાદ હોવાનું જાણવા મળી આવ્યું હતું, જેમાં દિયોદર માં 34 એમ એમ વરસાદ નોંધાયો હતો.
રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર