રાજકોટ,
ગુજરાત-સહિત દેશભરમાં કોરોના વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે જાહેર મેવાડા થતા હોય તેવા તમામ ધાર્મિક તહેવારો કે પ્રસંગો ઉજવવા પર સરકારે પ્રતિબંધ મૂકયો છે. આગામી બકરી ઈદ પર મોટા પ્રમાણમાં મુસ્લિમ ભાઈ બહેનો એકઠા થવાની સંભાવના હોય તેની જાહેરમાં ઉજવણી પર અને કતલખાના સંપૂર્ણ પણે બંધ રાખવા ગુજરાત હાઈકોર્ટમાં બે જાહેર હિતની અરજી થઈ હતી. આ અરજીનાં અનુસંધાને રાજય સરકારે રજૂ કરેલી જવાબથી સંતુષ્ટ થઈને હાઈકોર્ટે બકરી ઈદ દરમ્યાન મોટી સંખ્યામાં લોકો એકઠા ન થાય તે માટે દરેક જીલ્લામાં કલમ.૧૪૪ લગાવવાનો આદેશ કર્યો છે.
રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ