નિકાવા, કાલાવડ કાલાવડ તાલુકાનું નિકાવા ગામ અત્યાર સુધી કોરોના મુક્ત હતુ પરંતું આજે પિતા પુત્રના કોરોના પોઝેટીવ રીપોર્ટ આવતા નિકાવામાં ભય નો માહોલ જોવા મળ્યો. આરોગ્ય વિભાગમાંથી મળતી માહિતિ અનુસાર કાલાવડ તાલુકાના નિકાવા ગામે રહેતા મોહનભાઈ શિવાભાઈ મારવીયા ઉ.વ.૬૫ અને તેમના દિકરા કાનાભાઈ મોહનભાઈ મારવીયા ઉ.વ.૩૬ ના કોરોના ટેસ્ટ માટેના સેમ્પલ લીધા હતા. જેનો આજે રીપોર્ટ પોઝીટીવ આવતા કન્ટેન્મેન્ટ એરીયા જાહેર કરતાં નિકાવા આરોગ્ય ટીમના ડો.સોલંકી, આરોગ્ય કર્મચારીઓ રમેશભાઈ બથવાર અને હરેશભાઈ ગરૈયા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી. રિપોર્ટર : ભોજાભાઈ ટોયટા, નિકાવા
Read MoreDay: August 11, 2020
રાજકોટ શહેરના કિશાનપરા ચોકમાં માસ્ક પહેર્યા વગર નીકળેલા ક્રિકેટ રવિન્દ્ર જાડેજા, રીવાબા જાડેજાને મહિલા પોલીસે અટકાવતા પોલીસ સ્ટાફ સાથે ઉગ્ર બબાલ કરતા ટ્રાફિકજામ
રાજકોટ, તા.૧૧.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કિશાનપરા ચોક ખાતે R.R લખેલી કાર પસાર થતા મહિલા કોન્સ્ટેબલે આ કારમાં ડ્રાયવર સીટ ઉપર બેઠેલ કારચાલકે માસ્ક નહિ પહેર્યું હોવાથી કાર રોકવા ઈશારો કર્યો હતો. જેથી કાર રસ્તામાં જ ઉભી રાખી દેવામાં આવી હતી. અને આ કાર રસ્તામાં જ ઉભી રહી જતા પાછળ વાહનોની કતાર લાગી ગઈ હતી. જેથી મહિલા કોન્સ્ટેબલે કાર સાઈડમાં પાર્ક કરવાનું અને માસ્ક કેમ નથી પહેર્યું તેમ કહેતા કારમાંથી રીવાબા જાડેજા નીચે ઉતર્યા હતા. અને તમે મને ઓળખો છો તેમ કહી રોફ જમાવવાની કોશિષ કરી હતી. સામે ફરજના ભાગરૂપે…
Read Moreરાજકોટ શહેરના એડવોકેટને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરતું રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત
રાજકોટ, રાજકોટ શહેર ધારાશાસ્ત્રી એડવોકેટ્સ એકટની કલમ.૩૫ વ્યાવસાયિક ગેરવર્તણુક કરે તેવા ધારાશાસ્ત્રીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિયમત સમય માટે અને ગંભીર પ્રકારની ગેરવર્તણુક હોય તો કાયમી પણ એડવોકેટ તરીકે ની સનદ રદ કરતા હોય છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગેરવર્તણુક કરનાર ધારાશાસ્ત્રી વિરુધ્ધ એડવોકેટ એકટની કલમ.૩૫ હેઠળ કોઈપણ પ્રકારની ફરિયાદ આવેલ હોય તો તેવી ફરિયાદ પર ઊંડાણમાં ચર્ચા-વિચારણા કરી બન્ને પક્ષોને તક આપ્યા પછી કોઈપણ ધારાશાસ્ત્રી વિરુધ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ આવેલી આવી ફરિયાદો માટે શિસ્ત કમિટીઓ બનાવવામાં આવેલ…
Read Moreદિયોદર ખાતે દિયોદર શકુની ને રંગ માં ભંગ, પોલીસ ના દરોડા ૨૫ ઝડપાયા, ૧૪ મોબાઈલ એક બાઇક સહિત તીનપતિ કબ્જે લીધી
દિયોદર, શ્રાવણ મહિના ની શરૂઆત થતા ની સાથે સમગ્ર દિયોદર તાલુકા માં જુગાર ની મોસમ ખીલી ઉઠી છે દિન પ્રતિદિન જુગાર રમતા શકુની પોલીસ ના હાથે ઝડપાઇ રહા છે જેમાં સાતમ ના દિવસે શકુની ને રંગ માં ભંગ પડ્યો છે જેમાં અલગ અલગ સ્થળ પર તીન પતિ નો જુગાર રમતા કુલ ૨૫ શકુની પોલીસ ને હાથ લાગ્યા છે જેમાં તમામ શકુની સામે જુગારધારા ની કલમ મુજબ ગુન્હો નોંધાયો છે. જાણવા મળતી માહિતી મુજબ શ્રાવણ મહિના માં જુગાર ની પ્રવુતિ ઓ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી…
Read Moreરાજકોટ શહેર કુવાડવામાં કોરોના કાળમાં તહેવારોમાં બહાર ફરવા જવાની પિતાએ ના પાડતા મેડીકલના છાત્રએ ઝેરી દવા પી જીવન ટુંકાવયુ
રાજકોટ, તા.૧૧.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની નજીક આવેલા કુવાડવા ગામે રહેતો અને પટનામાં B.H.M.S માં અભ્યાસ કરતા જયવિર ધર્મેશભાઈ સોલંકી નામના ૨૦ વર્ષના દરજી યુવાને ઝેરી દવા પી લીધી હતી. તેને ઝેરી અસર થતાં બેભાન હાલતમાં સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં યુવાનની સારવાર કારગત નિવડે તે પૂર્વે જ યુવાને હોસ્પિટલના બિછાને દમ તોડી દેતાં પરિવારમાં અરેરાટી સાથે કરૂણ કલ્પાંત સર્જાયો છે. આ અંગે પરિવારની પ્રાથમિક પૂછતાછમાં મૃતક યુવાન માતા-પિતાનો એકનો એક પૂત્ર અને ત્રણ બહેનોનો એકલો ભાઈ હોવાનું અને મૃતક યુવાન પટનામાં B.H.M.S ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો…
Read Moreસાણોદર ગામની સીમ માંથી શ્રાવણીયો જુગાર રમતા ૦૮ ઇસમોને રોકડ તથા જુગારના સાહિત્ય તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ. ૨૩,૭૩૦/- સાથે પકડી પાડી ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ઘોઘા પોલીસ ટીમ
ભાવનગર, મે.ડી.આઇ.જી.પી. અશોકકુમાર યાદવ તથા મે.એસ.પી. જયપાલસિંહ રાઠૌડ ની સુચના અને નાયબ પોલીસ અધિક્ષક એમ.એચ.ઠાકર ના માર્ગદર્શન હેઠળ ઘોઘા પો.સ્ટે.ના પો.સબ.ઇન્સ. પી.આર.સોલંકીએ સ્ટાફના માણસોને પ્રોહિ જુગાર અંગે સખ્ત પગલા લેવા સુચના કરતા જે આધારે PC મહાવિરસિંહ વાઢેર ની ખાનગી રાહે બાતમી હકિકત આધારે ઘોઘા પો.સ્ટે.ના સ્ટાફના માણસોએ સાણોદર ગામની સીમમાં મહેન્દ્રસિંહ ઉર્ફે ભોડુભા અજીતસિંહ ગોહિલની વાડીના શેઢે જુગાર અંગે રેઇડ કરી છ ઇસમો જેમાં (૧) વલ્લભભાઇ ગફુલભાઇ પટેલીયા (ર) હરીભાઇ સવજીભાઇ સંભાળીયા (૩) રાકેશભાઇ ઘીરૂભઇ ચૌહાણ (૪) જીવરાજભાઇ કાળુભાઇ ચૌહાણ (પ) ઉપેન્દ્રસિહ ચંદુભા ગોહિલ (૬) ધનરાજસિહ ભરતસિહ ગોહિલ (૭) સંજયભાઇ…
Read Moreદિયોદર લીંબચ યુવા સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરાયું
દિયોદર, વૃક્ષો વાવો અને વરસાદ લાવો આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્ર ને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું એ ખૂબ જરૂરી છે, વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવી ને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે. તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે. વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવી રહ્યું છે ત્યારે દિયોદર ખાતે આવેલ નાઈ સમાજ ની વાડી માં દિયોદર લીંબચ યુવા સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ…
Read Moreવડોદરા શહેર નેશનલ હાઈવે પર વારંવાર ટ્રાફિક જામ ના પ્રશ્નો ઉભા
વડોદરા, વડોદરા શહેર વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે (૧) રણોલી બ્રિજથી પદમલા બ્રિજ સુધી (૨) દુમાડ બ્રિજથી છાણી ગામ કટ સુધી (3) દેણાં ચોકડીથી જામ્બુવા બ્રિજ સુધી ભારદારી વાહનો અડચણ રૂપ પાર્ક કરી દેતા હોય છે. જેને લીધે હાઇવે ઉપર ટ્રાફિક જામ તેમજ અકસ્માત થવાની સંભાવના રહે છે. જેથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસની બે ટીમો તથા નેશનલ હાઈવેની ક્રેનો સાથે રાખી વાહનો દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા
Read Moreધ્રોલ ભૂચર મોરી ખાતે આજ રોજ દર વર્ષ ની જેમ શહીદો ને શ્રધ્ધાંજલિ
ધ્રોલ ભૂચર મોરી ખાતે આજ રોજ હર વર્ષ ની જેમ શહીદો ને શ્રદ્ધાન્જલિ આપવા માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના સ્થાપક ડો.જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું. જે ભૂમિ પર આશરા ધર્મ માટે વર્ષો પહેલા અનેક રાજપૂતો શહીદ થયાં હતા અને જેને શુરવીરો ની ભૂમિ તરીકે ઓળખાય છે એવા ભૂચર મોરી ના શહીદો ને શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ માં રાજ્ય કક્ષા ના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહિયા હતા. ધ્રોલ ખાતે ભૂચર મોરી નો આ કાર્યક્રમ હર વર્ષે ધામ ધૂમ થી ઉજવાતો આવીયો…
Read Moreછોટાઉદેપુર માં LRD ભરતીના મુદ્દે ઉમેદવારોની “ભૂખ હડતાલ”
છોટાઉદેપુર, ગુજરાતમાં લોકરક્ષક દળ(LRD)ની ભરતી થઈ ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી 24 જેટલા ઉમેદવારો પસંદગી થયેલ છે.પરંતુ તેઓને જાતિના દાખલાની ચકાસણી અંગે છેલ્લા ઘણા સમયથી સરકાર તરફથી ઓર્ડર આપવામાં આવતા નથી. જેથી LRD માં પસંદગી પામેલા ઉમેદવારો તારીખ 9 થી નગરપાલિકા કમ્પાઉન્ડમાં ભૂખ હડતાલ ઉપર બેઠા છે. આ સંદર્ભે બેરોજગાર સંગઠનના પ્રતિનિધિ દિનેશભાઇ બાંભણિયા દ્વારા એલઆરડી ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારો ભૂખ હડતાલ પર બેઠા હોય મુલાકાતે આવ્યા હતા.તેઓએ રૂબરૂમાં જણાવ્યું હતું કે સરકારે 2015 થી ભરતી અંગેની પ્રક્રિયાઓ શરૂ કરી પરંતુ નિમણૂક આપી નથી જેથી આગામી વિધાનસભા પેટા ચૂંટણીમાં આ વાત સંગઠન…
Read More