ધ્રોલ ભૂચર મોરી ખાતે આજ રોજ દર વર્ષ ની જેમ શહીદો ને શ્રધ્ધાંજલિ

 

ધ્રોલ ભૂચર મોરી ખાતે આજ રોજ હર વર્ષ ની જેમ શહીદો ને શ્રદ્ધાન્જલિ આપવા માટે અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ ના સ્થાપક ડો.જયેન્દ્રસિંહ જાડેજા દ્વારા કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું.  જે ભૂમિ પર આશરા ધર્મ માટે વર્ષો પહેલા અનેક રાજપૂતો શહીદ થયાં હતા અને જેને શુરવીરો ની ભૂમિ તરીકે ઓળખાય છે એવા ભૂચર મોરી ના શહીદો ને શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ માં રાજ્ય કક્ષા ના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહિયા હતા. ધ્રોલ ખાતે ભૂચર મોરી નો આ કાર્યક્રમ હર વર્ષે ધામ ધૂમ થી ઉજવાતો આવીયો છે અને દેશ ના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ ભૂતકાળ માં આ શહીદો ને શ્રદ્ધાંજલિ આપવા ઉપસ્થિત રહિયા છે ગુજરાત ના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ શહીદો ને શ્રદ્ધાંજલિ ના કાર્યક્રમ માં ઉપસ્થિત રહી ચૂકેલા છે. એમ ગુજરાત અને ભારત ભર ના મહાનુભાવો અનેક વાર આ શહીદો ને શ્રદ્ધાંજલિ આપી ચૂકયા છે પરંતુ આ વખત આ કોરોના ની મહામારી માં લીમીટેડ લોકો ને બોલાવી આ કાર્યક્રમ સાદગી થી કરવા માં આવ્યો હતો ગયા વર્ષ ૨૫૦૦ બહેનો દ્વારા તલવાર રાશ રજુ કરી વિશ્વ લેવલે ખિંયાતી મેળવી હતી અને ગ્રીનીસ બુક માં નામ ની નોંધ કરાવી વલ્ડ રેકોર્ડ કરવા માં આવ્યો હતો.

દેશ વિદેશ થી લોકો આજ આ શહીદ સ્મારક ના દર્શન માટે આવે છે ત્યારે આજ ફરી વાર શીતળા સાતમ ના પવિત્ર દિવસે ૨૯ મો શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ રાજપૂત યુવા સંઘ દ્વારા કરવા માં આવેલ છે જેમાં પી.એસ. જાડેજા, પ્રવીણસિંહ જાડેજા, જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી ધ્રોલ તાલુકા ભાજપ ના પૂર્વ પ્રમુખ રાજભા જાડેજા, વિશુભા ઝાલા, પ્રદેશ પ્રમુખ અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ દશરથબા પરમાર, મહેન્દ્રસિંહ પરમાર, કિશોરસિંહ જેઠવા, જયશ્રીબા જાડેજા, અક્ષિતસિંહ જાડેજા, એમ.બી. જાડેજા પડાણા, સહદેવસિંહ જાડેજા સણોસરા, કિરીટસિંહ જાડેજા, રીટાબા નરેન્દ્રસિંહ ચુડાસમા જાડેજા, ગજેન્દ્રસિંહ મોડા જાડેજા, નીરૂભા જાડેજા, જીલરીયા સંજયસિંહ જાડેજા, હાડાટોડો લીલાબા ગોહિલ અમદાવાદ જિલ્લા સંઘ ઉપ. પ્રમુખ તારાબા પીપળી એડવોકેટ જયશ્રીબા વાઘેલા બામણવા.રાજેન્દ્રસિંહ એડવોકેટ નેહાબા એડવોકેટ પથુભા જાડેજા ખોખરી જયદેવસિંહ ગોહિલ દિલીપસિંહ જેઠવા, ગુમાનસિંહ જાડેજા, શક્તિસિંહ જાડેજા, હજામચોરા, કૃષ્ણસિંહ જાડેજા દેડકદળ, જયદીપસિંહ જાડેજા ખંભાળિયા, જાડેજા. હાડાટોડ , હરદેવસિંહ ચુડાસમા શક્તિ સિંહ જાડેજા હાડાટોડા તેમજ રાજકોટ જિલ્લા માંથી મોરબી જિલ્લા માંથી દ્વારકા જિલ્લા માંથી તેમજ જામનગર જિલ્લા માંથી અન્ય આગેવાનો ઉપસ્થિત રહિયા હતા..

રિપોર્ટર : શરદ રાવલ, હડિયાણા

Related posts

Leave a Comment