વડોદરા,
વડોદરા શહેર વિસ્તારમાંથી પસાર થતા નેશનલ હાઇવે
(૧) રણોલી બ્રિજથી પદમલા બ્રિજ સુધી (૨) દુમાડ બ્રિજથી છાણી ગામ કટ સુધી (3) દેણાં ચોકડીથી જામ્બુવા બ્રિજ સુધી ભારદારી વાહનો અડચણ રૂપ પાર્ક કરી દેતા હોય છે.
જેને લીધે હાઇવે ઉપર ટ્રાફિક જામ તેમજ અકસ્માત થવાની સંભાવના રહે છે. જેથી વડોદરા શહેર ટ્રાફિક પોલીસની બે ટીમો તથા નેશનલ હાઈવેની ક્રેનો સાથે રાખી વાહનો દૂર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
રિપોર્ટર : કમલેશ ત્રિવેદી, વડોદરા