દિયોદર લીંબચ યુવા સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરાયું

દિયોદર,

વૃક્ષો વાવો અને વરસાદ લાવો આ એક સૂત્ર છે પણ ખરેખર આ સૂત્ર ને સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કરવું એ ખૂબ જરૂરી છે, વૃક્ષારોપણ માત્ર વૃક્ષ વાવી ને ના કરવું જોઈએ પરંતુ વૃક્ષોનો ઉછેર કરવો એ ખુબ મહત્વનું છે. તો જ વૃક્ષો વાવો અને વરસાદ લાવો એ સૂત્ર ખરેખર સાર્થક માનવામાં આવશે. વિશ્વમાં દિનપ્રતિદિન વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે ત્યારે બીજી તરફ અનેક સંસ્થાઓ દ્વારા વૃક્ષારોપણ કરવામા આવી રહ્યું છે ત્યારે દિયોદર ખાતે આવેલ નાઈ સમાજ ની વાડી માં દિયોદર લીંબચ યુવા સંગઠન દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે દિયોદર લીંબચ યુવા સંગઠન ના સભ્યો હાજર રહ્યા હતા. દિયોદર ના નાઈ સમાજ ના જાગૃત યુવાન દિનેશભાઈ નાઈ એ જણાવ્યું હતું કે દિયોદર નાઈ સમાજ ની વાડી માં આજે સેનજી મહારાજ ના હવન નું આયોજન કરવામાં આવ્યું હતું. આ હવન પૂર્ણ થયા બાદ લીંબચ યુવા સંગઠન દિયોદર ના સભ્યો સાથે મળી વૃક્ષો નું વાવેતર કરવામાં કરવામાં આવ્યું હતું . આ વાવેલ વૃક્ષો નુ જતન કરીશું તેવી ખાત્રી સૌએ આપી હતી.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

 

Related posts

Leave a Comment