ઇતિહાસના દસ્તાવેજોનું પ્રદર્શન અને વ્યાખ્યાન યોજાયું

હિન્દ ન્યુઝ, થરાદ

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે તારીખ ૯/૨/૨૦૨૩ ના રોજ કૉલેજના વિદ્યાર્થીઓ માટે ઇતિહાસના દસ્તાવેજોનું પ્રદર્શન અને વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય અભિલેખાગાર ખાતુ ગાંધીનગરના નિવૃત્ત અધિક્ષક જીતેન્દ્ર વી. શાહ દ્વારા અભિલેખાગાર અને ઇતિહાસ વિષય વિદ્યાર્થીઓને વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું. ઇતિહાસ ઉપરાંત રાષ્ટ્રીય અભિલેખાગાર, સાંસ્કૃતિક વારસામાં અને સંશોધન ક્ષેત્રે દફ્તરોની ઉપયોગીતા, સંશોધન માધ્યમો બાબતે વિસ્તારપૂર્વક સમજૂતી આ વ્યાખ્યાન દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી. તેમણે ગુજરાતના જુના દેશી રાજ્યોના 150 વર્ષ કરતાં પણ જુના ઐતિહાસિક દસ્તાવેજો વિદ્યાર્થીઓને દર્શાવ્યા હતા તથા વિદ્યાર્થીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના સંતોષકારક ઉત્તરો પણ પાઠવ્યા હતા.

કૉલેજના ઉત્સાહી આચાર્ય ભાવિક ચાવડા દ્વારા શાબ્દિક સ્વાગત તથા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં સમગ્ર કૉલેજ પરિવારે સહકાર આપ્યો. કાર્યક્રમનું આયોજન કોલેજના ઇતિહાસ વિભાગ દ્વારા કરવામાં આવ્યું હતી.

રિપોર્ટર : જવનસિંહ રાજપૂત, થરાદ

Related posts

Leave a Comment