વિંછીયા તાલુકાના હાથસણી ગામના જવાન આર્મીમાંથી નિવૃત થતા “વતન કે રખવાલે સ્વાગત સન્માન રેલી ” અને ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો

હિન્દ ન્યુઝ, જસદણ

મનુભાઈ લાખાભાઇ પરાલીયા આર્મીમાં નિવૃત થઈ માદરે વતન પાંચાળની પાવન ધરામાં પધારતા મનુભાઈને ફુલડે વધાવવા વિંછીયા ગામે સન્માન સમારોહમાં મોટી સંખ્યામાં અભૂતપૂર્વ માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. વિંછીયાથી પ્રારંભ થઈ સ્વાગત રેલીમાં લોકોએ ઠેર ઠેર સ્વાગત કર્યું હતું ઍક કિલોમીટર લાંબી રેલીમાં ડીજેના તાલે લોકો ઝુમી ઉઠ્યા હતા અને દેશ ભક્તિના નારા સાથે વાતાવરણ સાથે ગુંજી ઉઠ્યું હતું અમરાપુર શેક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ જવાનનું જાજરમાન સ્વાગત કર્યું હતું. બાદ અમરાપુર ગામલોકોએ ભવ્ય સ્વાગત કરી ફુલડે વધાવ્યા હતા બાદ પાંચાળની પાવન ધરાની પ્રખ્યાત જગ્યા સતરંગ ધામમાં રામદેવજી મહારાજ અને ગોવિંદબાપુનો આશ્રમમાં હરિરામબાપુના આશીર્વાદ મેળવ્યા હતા વતન હાથસણી ગામે સમસ્ત ગામલોકોએ દેશી ઢોલ અને સામૈયા કરી આવકાર્યા હતાા. હાથસણી ગામે દરેક સમાજના લોકોએ નિવૃત ફોજી નું સન્માન કર્યું હતું જેમાં સામાજિક સમરસતાના દર્શન જોવા મળ્યા હતા અને જનમંગલની રાષ્ટ્રીય ભાવનાથી નવયુવાનોને પ્રેરણા અને બળ મળશે હાથસણી ગામ સમસ્ત અને પાંચાળ વિકાસ બોર્ડ આયોજીત વતનકે રખવાલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ હાથસણી ગામ સમસ્ત તેમજ પાંચાળ પ્રદેશમાંથી ઉમટી પડેલ સર્વે સમાજના ભાઈઓ બહેનો વિદ્યાર્થીઓ શિક્ષકગણ તેમજ કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામનો અંતઃપૂર્વક દિલથી પાંચાળ વિકાસ બોર્ડ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ હાજર સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

તાલુકા બ્યુરો ચીફ : વિજય ચાંવ

Related posts

Leave a Comment