રાજકોટ શહેર R.T.O કચેરીમાંથી બોગસ ડોક્યુમેન્ટ આધારે લાઇસન્સ કઢાવવાના કૌભાંડનો પર્દાફાશ.

રાજકોટ,

રાજકોટ શહેર R.T.O કચેરીમાંથી બોગસ ડોક્યુમેન્ટ આધારે લાયકાત નહિ હોવા છતાં નકલી લાઇસન્સ ઇસ્યુ કરવાનું કૌભાંડ પકડાયા બાદ એજન્ટ, લાઇસન્સ કઢાવનાર સહીત ૩૧ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આવા લાઇસન્સ કઢાવનાર શખ્સો હજુ નાસતા ફરતા હોય તેઓને ઝડપી લેવા ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી પેરોલ ફર્લો સ્ક્વોડના P.S.I અસલમ અન્સારી અને તેમના સ્ટાફે બાતમી આધારે બોગસ લાઇસન્સ કઢાવવાના ગુનામાં વોન્ટેડ ગોંડલના મેટા ખંભાળિયા ગામના છત્રપાલસિંહ વિક્રમસિંહ સરવૈયા નામના શખ્સને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment