ડભોઇ પંથક માં શ્રીજી ની ઘરે ઘરે વિસર્જન કરવામાં આવ્યું તે દ્રશ્યમાન થાય છે

ડભોઇ ,
ડભોઇ પંથક માં ગણેશ ચતુર્થી થી આનંદ ચૌદશ સુધી મહેમાનગાતી માનવા આવેલ શ્રીજી ની પ્રતીમાઓ નું આજે વિસર્જન કરવામાં આવ્યું.  હાલ ચાલી રહેલા કોરોના વાઇરસ ને પગલે પંથક માં સરકાર ની ગાઈડ લાઇન અનુસાર નદી તળાવો માં ગણેશ વિસર્જન પણ પ્રતિબંધ હતો ત્યારે મોટા ભાગે પંથક ના લોકો એ માટી ના શ્રી ગણેશ જી ની સ્થાપના કરી 10 દિવસ તેમનું પૂજન કરી ઇકોફ્રેંડલી રીતે ઘરેજ વિસર્જન કર્યું હતું. આજે આનંદ ચૌદશ 10 દિવસ ગણેશજી લોકો ના ઘરે મહેમાન બની આવ્યા હતા અને તેમની માટી ની પ્રતીમાઓની ભક્તો દ્વારા ભારે શ્રધ્ધા પૂર્વક પૂજા અર્ચના કરવામાં આવી હતી. 10 માં દિવસે ભારે ઉત્સાહ પૂર્વક વિસર્જન પણ કરવામાં આવ્યું હતું પણ હાલ ની કોરોના મહામારી ને પગલે સરકારની ગાઈડ લાઇન અનુસાર નદી તળાવો પર વિસર્જન ની મનાઈ હોય ત્યારે ભક્તો દ્વારા તેમના વિસ્તાર માં જ ઇકોફ્રેન્ડલી રીતે એક તપેલા માં પાણી ભરી તેમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું. ડભોઇ પંથક માં આશરે 300 ઉપરાંત ગણેશજી ને પ્રતીમાઓ ની વિવિધ વિસ્તારો માં ઘરે ઘરે સ્થાપના કરવામાં આવી હતી મોટા ભાગે લોકો એ માટીના શ્રી ગણેશજી ની પ્રતીમાઓ ની જ સ્થાપના કરી હોય ત્યારે આજ રોજ વિસર્જન ને પગલે ઇકોફ્રેન્ડલી રીતે વિસર્જન કરી ભક્તો એ શુખ શાંતી અને સમૃધ્ધી માટે ગણેશજી ને પ્રાર્થનાઓ કરી હતી.

રિપોર્ટર : હુસેન મનસુરી, ડભોઈ

Related posts

Leave a Comment