રાજકોટ શહેરમાં લવમેરેજ કરનાર યુવકની હત્યાના ગુનામાં ૬ મહિલા સહિત ૧૪ ઈસમોને ઝડપી પાડતી માલવીયાનગર પોલીસ સ્ટેશન.

રાજકોટ,

રાજકોટ શહેરના ચંદ્રેશનગર મેઈન રોડ ઉપર આવેલ અમરનગરમાં રહેતા રાહુલ પ્રદીપભાઈ સોલંકી નામના યુવાને તારા ઉર્ફે દિવ્યા સાથે પ્રેમલગ્ન કર્યા હોય. યુવતીના પરિવારે રાહુલના ઘરમાં ઘુસી જઈ ધોકા-પાઇપથી હુમલો કરી રાહુલને મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીઓ રાહુલની પત્ની દિવ્યાને અપહરણ કરીને ઉઠાવી ગયા હતા. માલવીયાનગર પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી હતી. પરંતુ બધા આરોપીઓના ફોન બંધ હોવાથી જુદી-જુદી ટિમો દોડાવાઈ હતી. જેમાં અપહરણનો ભોગ બનેલી યુવતી બેડી ગામ પાસે છે. આરોપીઓ પણ ભાગવાની ફિરાકમાં છે. તેવી માહિતી આધારે દરોડો પાડી દિવ્યાને બચાવી લીધી હતી. અને હેમીબેન દેવજીભાઈ પોરડીયા, ઇલાબેન દિનેશભાઇ બોહકિયા, સંધ્યાબેન દિનેશભાઇ બોહકિયા, ભાવનાબેન મનોજભાઈ જંજવાડીયા, અનિતાબેન મયુરભાઈ પીપળીયા અને હંસાબેન રાજેશભાઈ પીપળીયાને ઝડપી લીધા હતા. મોરબીના ત્રાજપર ગામે અવાવરું જગ્યાએ છુપાયા હોવાનું જણાવતા વેશપલટો કરી દેવજીભાઈ મોહનભાઇ પોરડીયા, જયેશ દવજીભાઈ પોરડીયા, રવિ દિનેશભાઇ બોહકિયા, શુભમ દિનેશભાઇ બોહકિયા, સુરેશ ભાયાભાઇ શિયાળિયાં, કમલેશ નીતિનભાઈ ડાભી, જીતેન્દ્ર પ્રતાપભાઈ પોરડીયા અને વિજય ગંગદાસભાઈ રીબડીયાની ધરપકડ કરી હતી.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment