પોલીસ દારૂના હપ્તા ઉઘરાવી ત્રાસ ગુજારતી હોવાના આક્ષેપ સાથે આંબેડકરનગરમાં રહેતી ૩ મહિલા સહિત ૧૦ લોકોએ હોસ્પીટલ ચોકમાં આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

રાજકોટ,

રાજકોટ શહેરમાં S.T વર્કશોપ પાછળ આવેલા આંબેડકરનગરમાં રહેતી ૩ મહિલા સહિત ૧૦ લોકો સિવિલ હોસ્પિટલ ચોક ખાતે ફિનાઈલની બોટલો સાથે આત્મવિલોપન કરવા માટે આવ્યા હતા. આત્મવિલોપન કરે તે પૂર્વે જ પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પાયલબેન પાર્થભાઈ ગોહિલ, રેખાબેન હિરેનભાઈ પરમાર, મનિષાબેન સાગરભાઈ પરમાર, હિરેનભાઈ ગોવિંદભાઈ પરમાર, સાગરભાઈ ગોવિંદભાઈ પરમાર અને નિતિન વલ્લભભાઈ વાઘેલાની પોલીસે અટકાયત કરી હતી. જયારે પાર્થ ચતુરભાઈ ગોહિલ, નરેશ પ્રેમજીભાઈ ભાષ્કર, અજયભાઇ, કરશનભાઈ, ૪ વ્યકિતએ ફીનાઈલ પી લીધુ હતું. સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment