છોટાઉદેપુર માં LRD ભરતીના મુદ્દે ઉમેદવારોની “ભૂખ હડતાલ”

છોટાઉદેપુર, 

ગુજરાતમાં લોકરક્ષક દળ(LRD)ની ભરતી થઈ ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી 24 જેટલા ઉમેદવારો પસંદગી થયેલ છે.પરંતુ તેઓને જાતિના દાખલાની ચકાસણી અંગે છેલ્લા ઘણા સમયથી સરકાર તરફથી ઓર્ડર આપવામાં આવતા નથી. જેથી LRD માં પસંદગી પામેલા ઉમેદવારો તારીખ 9 થી નગરપાલિકા કમ્પાઉન્ડમાં ભૂખ હડતાલ ઉપર બેઠા છે.
આ સંદર્ભે બેરોજગાર સંગઠનના પ્રતિનિધિ દિનેશભાઇ બાંભણિયા દ્વારા એલઆરડી ભરતીમાં પસંદ થયેલ ઉમેદવારો ભૂખ હડતાલ પર બેઠા હોય મુલાકાતે આવ્યા હતા.તેઓએ રૂબરૂમાં જણાવ્યું હતું કે સરકારે 2015 થી ભરતી અંગેની પ્રક્રિયાઓ શરૂ કરી પરંતુ નિમણૂક આપી નથી જેથી આગામી વિધાનસભા પેટા ચૂંટણીમાં આ વાત સંગઠન કરી પ્રજા સુધી પોહચાડીશું. 

રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Related posts

Leave a Comment