ગુજરાતી રંગભૂમિ ના અભિનેત્રી રાજશ્રી મિના નગી એ સાગરપુત્રો ને તેમજ ખારવા સમાજ ની માતાઓ બહેનો ને અનુરોધ સાથે અપીલ કરી

વેરાવળ  

     વેરાવળ માં વધતા જતા કોરોના ના કેસ ને ધ્યાન માં રાખી સાગરપુત્ર ફાઉન્ડેશન સમસ્ત ખારવા સમાજ ના પટેલ  લખમભાઈ ભેસલા બોટ એશોશિએશન ના પ્રમુખ તુલશીભાઈ ગોહેલ દ્વારા મળેલ માર્ગ દર્શન મુજબ મુંબઈ વસઈ સ્થીત ગુજરાતી રંગભૂમિના દીગગઝ અભિનેત્રી રાજશ્રી મિના નગી એ પ્રયત્નશીલ રહીને નિસ્વાર્થ ભાવે પોતાની ઉમદા સેવા સાથે ખારવા સમાજ ની મહીલા ઓને જાગૃતી માટે રિક્ષા પ્રચાર માટે પોતાના સ્પીચ સ્વર સાથે આ અભિયાન માં જોડાયા હતા તેમજ કોરોના મહામારી ને ધ્યાન માં રાખી કોરોના સંક્રમણ અંગે મુંબઈ વસઈ સ્થીત રાજશ્રી મિના નગી એ પ્રયત્નશીલ જણાવ્યું હતું કે ખારવાવાડ વિસ્તાર માં શાકભાજી અને મત્સ્ય ની ખરીદી કરવા માટે જતાં ખારવા સમાજ ની મહીલા ઓ એ માસ્ક ફરજિયાત પહેરવુ, ઘરે આવ્યા બાદ સનેટાઈઝ થી હાથ ધોવા તેમજ બીન જરુરી કોઈ સાથે વાતચીત ન કરવી સામે વાળી વ્યક્તિ સ્વસ્થ છે કે બીમાર એ આપણે જાણતા નથી કોરોના થી સંક્રમણ હોય તો આપણે પણ સક્રમણ માં આવી શકે અને આપણા પરિવાર ને પણ લાગી શકે છે આપ આપના ખાતર નહી તો આપના પરિવાર માટે સાવચેત રહીએ ઉપરોકત સરકાર અને તંત્ર દ્વારા આપેલ નિર્દેશો નુ પાલન કરવું જોઈએ આપણે સલામત તો સમાજ સલામત સમાજ સલામત તો શહેર સલામત હોવાનુ સાગરપુત્રો ને પણ જણાવ્યુ હતું.    

.
રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment