ગીર-સોમનાથ,
તા. ૧૦, ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારોની ઉજવણી થનાર હોય, હાલની કોરોના મહામારીની સ્થિતિ લક્ષમાં લેતા આગામી ધાર્મિક તહેવારો દરમ્યાન ધાર્મિક તહેવારની જાહેરમાં ઉજવણી યાત્રા/સરઘસ તથા શોભાયાત્રા સહિતની પ્રવૃતિઓ કે જેમા મોટી સંખ્યામાં લોકો એકત્રિત થવાની તથા તેના કારણે સોશ્યલ ડિસ્ટન્સીંગનો ભંગ થવાની તથા કોરાનાનું સંક્રમણ વધવાની શક્યતા રહેલ છે. જે અન્વયે કોરોના સંક્રમણને અટકાવવા માટે જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી અજય પ્રકાશને મળેલ સત્તાની રૂઇએ ગીર-સોમનાથ જિલ્લામાં આગામી ધાર્મિક તહેવારો દરમ્યાન પ્રતિબંધિત આદેશો જાહેર કરાયા છે.
જેમાં જિલ્લામાં ધાર્મિક તહેવારો જેવા કે, જનમાષ્ટમી, પર્યુષણપર્વ, ગણેશ મહોત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પુનમનો મેળો અને મહોરમ વિગેરે તહેવારોની જાહેરમાં ઉજવણી કરવી નહી. શોભાયાત્રા, મેળાઓ, પગપાળા યાત્રાઓ, પદયાત્રીકો માટેના સેવા કેમ્પો, તાજીયાના જુલુસ તથા વિસર્જન, યાત્રા/સરઘસ તથા શોભાયાત્રા જેવી પ્રવૃતિકે જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થતા હોય તેવું કોઇપણ આયોજન કરવું નહી. આ હુકમ તા. ૧૧/૦૮/૨૦૨૦ થી ૦૨/૦૯/૨૦૨૦ સુધી (બંને દિવસો સહિત) અમલમાં રહેશે.
આ જાહેરનામાના ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમનની કલમ-૧૮૮ અને ૨૭૦ તથા ધ એપેડેમિક ડીસીઝ એક્ટ-૧૮૯૭ ની કલમ-૩ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે તેમ યાદીમાં જણાવેલ છે.
રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ