સંતરામપુર તાલુકાના ના મહેતા ના વાંટા ગામે ગામલોકો તથા મુગા પશુ વેઠી રહ્યાં છે પીવાના પાણી ની મુશ્કેલી

હિન્દ ન્યુઝ, મહિસાગર

સંતરામપુર તાલુકાના નજીક ના મહેતા ના વાંટા ગામે ગામલોકો ને પાણી માટે ખૂબ જ વલખાં મારવા પડે છે, ગામના મુખી સરપંચ ને વારંવાર રજૂઆત કરવામાં આવી છતાં પણ સરપંચ તરફ થી કોઈ પણ સમાધાન કરવામાં આવેલ નથી. સરપંચ દ્વારા એવું જાણવા મળેલ છે કે સરકાર દ્વારા એવી કોઈ પાણી ની સુવિધા કરવામાં આવતી નથી તથા ગામલોકો દ્વારા એવું જાણવા મળી રહ્યુ છે અગાઉ ભૂતપૂર્વ સરપંચ રોજ પાણી નું ટેન્કર મોકલી ને પાણી ની સમસ્યા નું સમાધાન કરી આપવામાં આવ્યું હતું અને આ ચાલુ વર્ષે જો અમારી સમસ્યા નો ઉકેલ ન મળે તો અમારે કોનો સહારે જીવવું તે વિચારવું રહ્યું. ઉનાળા ની ઋતુ માં પાણી ના તળ ઉડી જવાથી ગામ માં ખુબ જ મુશ્કેલી પડી રહી છે તો આના માટે શું ગામ ના સરપંચ જવાબદાર નથી ? ગામ લોકો નું કહેવું છે કે મહિસાગર જિલ્લા ના આર્થિક રીતે પછાત ગણાતા સંતરામપુર તાલુકા માટે માનનીય કલેક્ટર એ હમણાં જ થોડા દિવસ પહેલા બે કરોડ ની ગ્રાન્ટ ની જાહેરાત કરવામાં આવી હતી તો શું આ મહેતા ના વાંટા ગામે આ ગ્રાન્ટ નો લાભ નઈ મળી શકે ? ગામ લોકો ને પીવા નું પાણી લાવવા માટે દૂર દૂર સુધી ભર ઉનાળા માં જવું પડતું હોય છે.

ગામનાં સરપંચ ગોરી ભેમાભાઈ લાખાભાઇ એ જણાવ્યું કે રજૂઆત કરવા ગયો તો તેમને એવું જણાવ્યું કે તમારે મામલતદાર / ટી ડી ઓ અને કલેક્ટર જોડે જવું હોય તો પણ છુંટ છે મે મારી બધી જ કોશિશ કરી પરંતુ મારાથી કોઈ સગવડ કરી શકાય તેમ નથી

ગોરી આરતીબેન ભારતભાઈ e જણાવ્યું કે અમારા ભૂતપૂર્વ સરપંચ રોજ પાણી નું ટેન્કર મોકલતા હતા અને અમે એ ટેન્કર નું પાણી પીય ને જીવન ગુજારતા હતા તો નવા સરપંચ પાણી નું ટેન્કર કેમ ના મોકલે ?

ગોરી રમીલાબેન વિષ્ણુભાઈ એ જણાવ્યું કે સરપંચ ને જાણ કરી તો એ એવું કહેવા માગે છે મને કોઈ પણ પ્રકાર ની ગ્રાન્ટ મળી નથી તો હું પાણી ની સગવડ ક્યાંથી કરું ?

રિપોર્ટર : ભવન બારીઆ, મહિસાગર

Related posts

Leave a Comment