ઢોલ વાગ્યા દિયોદર સુજલામ સુફલામ કેનાલ માં પાણી છોડવા ખેડૂતો ની રજુઆત

હિન્દ ન્યુઝ, દિયોદર

દિયોદર અને લાખણી તાલુકા માંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો માં રોષ જોવા મળી આવ્યો છે જેમાં પુન કેનાલ માં પાણી ચાલુ કરવાની માંગ ને લઈ ખેડૂતો ઢોલ વગાડતા વગાડતા મામલતદાર કચેરી પોહચ્યા હતા જેમાં આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી.

એક બાજુ વર્તમાન સમય ઉનાળા પાક નું વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવેલ છે જેમાં દિયોદર અને લાખણી વિસ્તાર માંથી પ્રસાર થતી સુજલામ સુફલામ કેનાલ માં એકાએક 1/4/2022 થી સવારે પાણી બંધ કરી દેવામાં આવતા ખેડૂતો માં ભારે રોષ જોવા મળ્યો હતો જેમાં સુજલામ સુફલામ કેનાલ માં પુન પાણી છોડવા ની રજુઆત ને લઈ મોટાભાગ ના ખેડૂતો દિયોદર મામલતદાર કચેરી ખાતે ઢોલ વગાડતા પોહચ્યા હતા જેમાં જય જવાન જય કિસાન સુજલામ સુફલામ કેનાલ માં પાણી આપો નહીંતર ખુરસી ખાલી કરો ના નારા વચ્ચે નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવી રજુઆત કરી હતી આ બાબતે ખેડૂતો એ જણાવેલ કે સુજલામ સુફલામ કેનાલ માં તા. 31/3/2022 ના રાત્રી સુધી પાણી ચાલુ હતું પરંતુ તા. 1/4/2022 ના રોજ સવારે પાણી બંધ કરી દેવામાં આવ્યું છે એક બાજુ ખેડૂતો એ ઉનાળા પાક નું વાવેતર કર્યું છે જેમાં પાણી બંધ કરતા પાક સુકાઈ રહો છે જો આવું થશે તો ખેડૂતો પાયમાલ બનશે જો પાણી ચાલુ કરવામાં આવે તો ખેડૂતો નો પાક બચી જાય તેમ છે.

ખેડૂતો એ નાયબ કલેકટર ને આવેદનપત્ર પાઠવી પાણી ચાલુ કરવાની માંગ કરી હતી જેમાં ખેડૂતો જણાવેલ કે ખેડૂતો ની રજુઆત ધ્યાને નહીં લેવામાં આવે તો પાણી માટે લડીશું અને આગામી વિધાનસભા ની ચૂંટણી નું બહિષ્કાર કરીશું જેમાં 24 કલાક માં સુજલામ સુફલામ કેનાલ માં પાણી નહીં અપાય તો ચાગા પમ્પીગ સ્ટેશન ખાતે મોટા ભાગ ના ખેડૂતો ધરણા પર બેસી શુ અને પાણી માટે લડીશું. દિયોદર તાલુકા ના ખેડૂતો હવે પોતાના હક માટે લડી રહ્યા છે જેમાં થોડા સમય અગાવું દિયોદર તાલુકા ના ખેડૂતો એ વીજળી માટે આંદોલન છેડયું હતું અને 7 દિવસ સુધી સતત ધરણા યોજી પૂરતી આઠ કલાક વીજળી મેળવી હતી ત્યારે હવે ખેડૂતો સુજલામ સુફલામ કેનાલ માં પાણી ચાલુ કરવાની માંગ ને લઈ ઢોલ વગડાયા છે જેમાં હવે પાણી નહીં આપે તો ખેડૂતો ધરણા યોજસે જો કે દિયોદર હવે ખેડૂતો માટે આંદોલન નું સેન્ટર બનતું હોય તેવું દેખાય છે.

રિપોર્ટર : કલ્પેશ બારોટ, દિયોદર

Related posts

Leave a Comment