પાદર પ્રા.શાળા નો શૈક્ષણિક પ્રવાસ યોજાયો

હિન્દ ન્યુઝ,

કાકરેજ તાલુકાની પાદર પ્રા.શાળા નો શૈક્ષણિક પ્રવાસ તા. ૬-૪-૨૦૨૨ ના રોજ યોજાયો. શાળા ના ૧૨૦ બાળકો એ ભાગ લીધો. નડાબેટ, લખાપીર, ધરણીધર ઢીમા જેવા સ્થળો ની મુલાકાત લીધી. નડાબેટ મુકામે ભારત-પાકિસ્તાન ૦ પોઈન્ટ બોર્ડર ઉપર બાળકો ને મુલાકાત કરાવી. દેશ ના જવાનો કેવી પરિસ્થિતિમાં આપણા દેશ નુ રક્ષણ કરે છે તે સમજ આપવામાં આવી. સરહદી ગૌરવ ગાથા, ઐતિહાસિક માહિતી તેમજ રમત ગમત વિભાગ માં બાળકો એ આનંદ લીધો તેમજ નડેશ્વરીમાતા ના દર્શન કર્યા. લખાપીર દાદા, ધરણીધરજી ભગવાન ઢીમા દર્શન કરી તમામ ભુલકાઓ તેમજ શાળા પરિવારે ધન્યતા અનુભવી. શાળાના આચાર્ય દિનેશજી રાઠોડ, પ્રચારમંત્રી, બનાસકાઠા જિ.પ્રા.શિ.સંઘ. ગેમરભાઈ દેસાઈ, એન.કે. નાયી, એસ.આર.પરમાર, એચ.એન.પટેલ તેમજ એ.જે.પ્રજાપતિ એ પ્રવાસ ને સફળ બનાવવા માં ભારે જહેમત ઉઠાવી.

અહેવાલ : ઓમપુરી ગોસ્વામી, બનાસકાંઠા

Related posts

Leave a Comment