હિન્દ ન્યુઝ, ઉમરગામ
રાજ્યના આદિજાતિ વિકાસ, ખાદી, કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તા. ૨૬/૦૧/૨૦૨૬ના રોજ સવારે ૯ કલાકે ઉમરગામ નગરપાલિકાના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં ઉપસ્થિત રહી બપોરે ૧૨ કલાકે કલગામમાં આવેલી એકલવ્ય મોડેલ રેસીડેન્શીયલ સ્કૂલનું ખાતમુહૂર્ત કરશે. ત્યારબાદ અનુકૂળતાએ ઉમરગામ તાલુકાના માણેકપુર ગામમાં વૃંદાવન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ઉમરગામ તાલુકા વારલી સમાજની મેગા ક્રિકેટ ટુર્નામેન્ટ ૨૦૨૬માં હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયેથી ચીખલી, જિ.નવસારી જવા રવાના થશે.
