હિન્દ ન્યુઝ, સુરત
જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને એમ.ટી.બી.કોલેજ કેમ્પસમાં રાષ્ટ્રીય ‘મતદાતા દિવસ- ૨૦૨૫’ (NVD-2025) ની ઉજવણી કરાશે
જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારધીના અધ્યક્ષસ્થાને તા.૨૫મી જાન્યુ.એ સવારે ૧૧.૩૦ વાગ્યે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ, એમ.ટી.બી.કોલેજ કેમ્પસ, ચોપાટી ગાર્ડનની સામે, અઠવાલાઈન્સ ખાતે ‘માય ઇન્ડિયા, માય વોટ’ થીમ અને ‘Citizen at the Heart of Indian Democracy’ ની ટેગલાઈન સાથે પર ૧૬મા રાષ્ટ્રીય ‘મતદાતા દિવસ- ૨૦૨૫’ (NVD-2025) ની ઉજવણી કરવામાં આવશે.
