ચાણસ્મા નગરપાલિકાની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ

રાધનપુર,

ગત રોજ બરાબર ૧૧ કલાકે ચાણસ્મા નગરપાલિકાના હોલમાં ઉપસ્થિત ઇન્ચાર્જ પ્રાંત અધિકારી ડોક્ટર એસ.એમ ગાંગુલી તથા ચાણસ્મા મામલતદાર હિમાંશુભાઈ તથા
ચાણસ્મા નગરપાલિકા ચીફ ઓફિસર તથા ચાણસ્મા નગરપાલિકાના પ્રમુખ ભગવતીબેન તથા નગરપાલિકાના કોર્પોરેટરો ની ઉપસ્થિતિમા ચાણસ્મા નગરપાલિકાની પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. ભાજપના પાટણ જિલ્લા મંત્રી તરીકે દશરથજી ઠાકોર પક્ષ દ્વારા આપવામાં આવેલા મેનડેટ લઈને આવ્યા હતા. બંધ સીલ કવરમાં લાવેલા મેનડેટ ને ખોલતા તેમાંથી પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને પક્ષના નેતા તરીકે ના નામ જાહેર થયા હતા. પ્રમુખ તરીકે પટેલ મહેન્દ્રભાઈ ચંદુલાલ, ઉપ-પ્રમુખ તરીકે પટેલ વિષ્ણુભાઈ ગણેશદાસ, કારોબારી અધ્યક્ષ તરીકે સથવારા અલકાબેન બાહુલભાઈ તેમજ પક્ષના નેતા તરીકે પટેલ અશોકભાઈ સોમાભાઈ ની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. આ સમય ચાણસ્મા શહેર ભાજપ પ્રમુખે રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે નવા નિમાયેલા પ્રમુખ, ઉપપ્રમુખ પ્રજાનો કાર્ય કરશે. ઉપ-પ્રમુખ તરીકે નીમાયેલા પટેલ વિષ્ણુભાઈ ગણેશદાસે જણાવ્યું હતું કે અમે ચાણસ્મા ની તમામ જનતા નું કાર્ય કરીશું પ્રજાના તમામ પ્રશ્નો હલ કરીશું. અમારો પહેલો અભિગમ વીજળી, પાણી, રોડ, રસ્તા જે પ્રજાની સુખાકારી નો છે તે તમામ પ્રશ્નોનો હલ કરીશું.

રિપોર્ટર : બાબુભાઇ પરમાર, રાધનપુર

Related posts

Leave a Comment