દિયોદર ખાતે દિયોદર શકુની ને રંગ માં ભંગ, પોલીસ ના દરોડા ૨૫ ઝડપાયા, ૧૪ મોબાઈલ એક બાઇક સહિત તીનપતિ કબ્જે લીધી

દિયોદર,

શ્રાવણ મહિના ની શરૂઆત થતા ની સાથે સમગ્ર દિયોદર તાલુકા માં જુગાર ની મોસમ ખીલી ઉઠી છે દિન પ્રતિદિન જુગાર રમતા શકુની પોલીસ ના હાથે ઝડપાઇ રહા છે જેમાં સાતમ ના દિવસે શકુની ને રંગ માં ભંગ પડ્યો છે જેમાં અલગ અલગ સ્થળ પર તીન પતિ નો જુગાર રમતા કુલ ૨૫ શકુની પોલીસ ને હાથ લાગ્યા છે જેમાં તમામ શકુની સામે જુગારધારા ની કલમ મુજબ ગુન્હો નોંધાયો છે.

જાણવા મળતી માહિતી મુજબ શ્રાવણ મહિના માં જુગાર ની પ્રવુતિ ઓ અટકાવવા માટે પોલીસ તંત્ર દ્વારા ઠેર ઠેર દરોડા પાડવામાં આવી રહા છે જેમાં સાતમ ના દિવસે દિયોદર પોલીસે ખાનગી બાતમી ના આધારે દિયોદર તાલુકા ના કોતરવાડા, રવેલ જુના, વડિયા, જસાલી જેવા ગામો માં અલગ અલગ સ્થળ પર દરોડા પાડી તીનપતિ નો જુગાર રમતા ૨૫ શકુની ને પોલીસે ઝડપી લીધા હતા જેમાં તેમની પાસે થી ૧૪ મોબાઈલ , એક મોટર સાઇકલ તેમજ રોકડ રકમ કુલ મળી ૭૨૪૫૦ નો મુદ્દા માલ કબ્જે લીધો છે જેમાં દિયોદર તાલુકા માંથી શકુની પોલીસ ના હાથે ઝડપાતા અન્ય શકુની ઓ માં ભારે ફફડાટ ફેલાવા પામ્યો છે જેમાં ઝડપાયેલા ૨૫ શકુની ને પોલીસ મથક ખાતે લાવી જુગારધારા ની કલમ મુજબ ગુન્હો નોંધી આગળ ની તપાસ શરૂ કરી છે.

ઝડપાયેલા શકુનીઓ માં કોતરવાડા- (૧)હરગોવનજી ઉમાજી ઠાકોર (૨)દશરથજી જોરાજી ઠાકોર (૩)પ્રતાપજી તખાજી ઠાકોર (૪)ભૂપતજી માણાજી ઠાકોર (૫)સુરાજી શંકરજી ઠાકોર (૬)અમરતજી રામચંદજી ઠાકોર, રવેલજુના (૧)કમલેશ ગણેશજી ઠાકોર (૨)અમિશ મણાજી ઠાકોર (૩)નિતીશજી વેલાજી ઠાકોર (૪)વિપુલ પ્રતાપજી ઠાકોર (૫)લહેરાજી ચમનાજી ઠાકોર (૬)ભલાભાઈ ભરાભાઈ ઠાકોર (૭)પાંચાજી મફાજી ઠાકોર (૮)હસમુખ પ્રતાપજી ઠાકોર (૯)અનુપજી મફાજી ઠાકોર, વડિયા- (૧) અમરત પરખાજી માળી (૨) ભરતજી અનુપજી ઠાકોર (૩) અલ્પેશ રમેશભાઇ માળી (૪) મુકેશ હંજારીભાઈ માળી (૫) અશોકજી બાબુજી ઠાકોર (૬)વિક્રમભાઈ માનાભાઈ માળી, જસાલી -(૧)નિલેશ લીલાભાઈ પરમાર (૨)પાંચાજી ભૂરાજી ઠાકોર (૩)જયતિ જીવાભાઈ દરજી (૪)વેલાજી દેહલાજી ઠાકોર

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા, દિયોદર

Related posts

Leave a Comment