રાજકોટ શહેરના એડવોકેટને ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરતું રાજકોટ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત

રાજકોટ,

રાજકોટ શહેર ધારાશાસ્ત્રી એડવોકેટ્સ એકટની કલમ.૩૫ વ્યાવસાયિક ગેરવર્તણુક કરે તેવા ધારાશાસ્ત્રીને બાર કાઉન્સિલ ઓફ ગુજરાત નિયમત સમય માટે અને ગંભીર પ્રકારની ગેરવર્તણુક હોય તો કાયમી પણ એડવોકેટ તરીકે ની સનદ રદ કરતા હોય છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં ગેરવર્તણુક કરનાર ધારાશાસ્ત્રી વિરુધ્ધ એડવોકેટ એકટની કલમ.૩૫ હેઠળ કોઈપણ પ્રકારની ફરિયાદ આવેલ હોય તો તેવી ફરિયાદ પર ઊંડાણમાં ચર્ચા-વિચારણા કરી બન્ને પક્ષોને તક આપ્યા પછી કોઈપણ ધારાશાસ્ત્રી વિરુધ્ધ શિસ્તભંગની કાર્યવાહી કરવી કે નહીં તેનો નિર્ણય લેવામાં આવે છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત સમક્ષ આવેલી આવી ફરિયાદો માટે શિસ્ત કમિટીઓ બનાવવામાં આવેલ જેમાં શિસ્ત કમિટી નં.૫ દ્વારા ફરિયાદ અન્વયે પુરાવા લઈ ધારાશાસ્ત્રીને એક વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ કરવામાં આવેલ હોય છે. રાજકોટના એડવોકેટ સંજય.બી..પંડીત વિરુધ્ધ નોંધાયેલી ફરિયાદમાં એવો આક્ષેપ કરેલ કે પ્રતિવાદી એડવોકેટ ફરિયાદીના ચાલી રહેલ કૌટુંબિક તકરારના કેસમાં બન્ને તરફે વકીલ તરીકે રહ્યા હતા. જે ફરિયાદી શિસ્ત કમિટી નં.૫ સમક્ષ ચાલી જતા સંજય.બી.પંડીતને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા ના ચેપ્ટર-૨ ભાગ-૭ તેમજ એડવોકેટ એકટ.૧૯૬૧ ની કલમ.૩૫ (3)(સી) અન્વયે એડવોકેટ તરીકે ૧ વર્ષ માટે સસ્પેન્ડ કરવાનો હુકમ ફરમાવ્યો છે.

રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Related posts

Leave a Comment