રાજકોટ, તા.૨૦.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર માલવીયાનગર પોલીસ મથકના P.I કે.એન.ભુકંણના માર્ગદર્શન હેઠળ P.S.I વી.કે.ઝાલા, હેડ.કોન્સ્ટેબલ ભાવિન ગઢવી, દિગ્પાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ મસરીભાઈ ભેટારીયા, મહિલા કોન્સ્ટેબલ મેઘનાબેન ગોહિલ વગેરે પેટ્રોલીંગમાં હતા. ત્યારે કોન્સ્ટેબલ ભાવેશભાઈ ગઢવી અને રોહિતભાઈ કછોટની બાતમીના આધારે નવલનગર શેરીનં.૩-૯ના ખૂણે આવેલા રહેણાંક મકાનમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં પોતાના ઘરમાં જુગાર રમાડતા જયશ્રીબેન મહેશભાઈ રાઠોડ તેની સાથે તીનપત્તીનો જુગાર રમતાં હિરેશ મહેશભાઈ રાઠોડ, રવિ જનકભાઈ રાઠોડ, રાહુલ મહેશભાઈ રાઠોડ, ઇલાબેન રાજેશભાઈ માલાણી, પૂનમબેન આલોકભાઈ મકવાણા, રાજેશ્વરીબેન મયુરભાઈ સોની, સોનલબા દિલીપસિંહ જાડેજા, રીધ્ધીબેન અરવિંદભાઈ પઢીયારને પકડી લઇ રૂા.૧૫,૨૦૦નો મુદ્દામાલ…
Read MoreDay: August 20, 2020
ગીર સોમનાથ તાલાલા રોડ આઇડી ચોહાણ સ્કુલ હવેલી મંદિર રોડ સુધી રોડ ની હાલત ખરાબ
ગીર સોમનાથ, વેરાવળ શહેરમાં છેલ્લા ૧૦ દિવસ થીં આ રોડ પર ગાબડાં પડી ગયા છે. નગરપાલિકા ની ઉધ ઊડતી નથી. આ રોડ પર થી રોજ નાં મોટા વાહનો નીકળે છે. બાઇક વાળા, રીક્ષા વાળા ઉભા રહી વાટ જુવે છે કે પહેલા મોટા વાહન પસાર થાય પછી નીકડીએ. કોઈ જવાબદાર નાગરિક અવાજ ઉઠાવવા તૈયાર નથી. આ રોડ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે રાતના એક વાર નગરપાલિકાના કર્મચારીઓ અથવા અધિકારીઓ એક વાર આ રોડ ઉપર ચકર લગાવે તો માલુમ પડે કે જનતા ની અને રહાદારીઓ ની શું હાલત છે. આ…
Read Moreતાલુકાના લીંબુડા ગામે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ની ટીમ ડોક્ટરોની ટીમ ટેસ્ટ માટે લીંબુડા ખાતે આવી
જોડિયા, આજ રોજ જોડિયા તાલુકાના લીંબુડા ગામે હડિયાણા પ્રા. આ.કેન્દ્ર ની ટીમ દ્વારા કોરોનાની મહામારી નો સમયે સરકારના આદેશ મુજબ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. ખેડૂતોનો કિંમતી સમય બગડે નહીં એટલા માટે ડોક્ટરોની ટીમ લીંબુડા ખાતે આવી પહોંચી હતી અને ગ્રામજનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તેમાં જે.ડી. ભેસદડીયા, સીઆઇ વાઘેલા, આર બી ગોહિલ, કે.પી છૈયા અને શીલા બેન ડી નિમાવત દ્વારા ગ્રામજનોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ કોરોના વોરિયર્સ શીલા બેન દિનેશ ભાઈ નિમાવત આશાવર્કર નુ સન્માન વિશ્વ હિન્દુ પરિષદ ના જોડિયા તાલુકાના…
Read Moreરાજકોટ શહે૨ ૧પ૦ ફુટ ૨ીંગ ૨ોડ પ૨ આંબેડક૨ ચોક નજીક માતાજીના મંદિ૨માં ૩ શખ્સોએ મધ૨ાત્રે દારૂની મહેફીલ માણી ૨હ્યાનો વિડીયો સોશ્યલ મીડીયામાં વાય૨લ થયો છે
રાજકોટ, તા.૨૦.૮.૨૦૨૦ ના ગતરોજ તા.૧૯/૮ ના રાજકોટ શહેર ૧પ૦ ફુટ ૨ીંગ પ૨ આંબેડક૨ ચોક નજીક આલ્ફા-૧ બિલ્ડીંગની પાછળ આવેલા માતાજીનાં મંદિ૨માં મધ૨ાત્રે ૧૧ વાગ્યા બાદ ૩ શખ્સો વા૨ાફ૨તી અંદ૨ પ્રવેશ ક૨ી ૨હ્યા છે. અને તેમ આંટા મા૨ી એક શખ્સ ફોન પ૨ વાતચીત ક૨તો જણાય આવે છે. તેમજ C.C.T.V કેમે૨ા સામે કેમે૨ાને તોડવાનો ઈશા૨ો ક૨ી ૨હ્યો છે. તેવા C.C.T.V ફુટેજ સોશ્યલ મીડીયામાં વાય૨લ થયા છે. સવા૨ે નિત્યક્રમ મુજબ મંદિ૨ ખોલવામાં આવતા મંદિ૨માં ૩ દારૂની બોટલ અને નાસ્તાના પેકેટ મળી આવતા મંદિ૨ના પુજા૨ી ચોંકી ઉઠયા હતા. આ મામલે આજુબાજુનાં સ્થાનિકોને જાણ…
Read Moreજી.એચ.સી.એલ.ફાઉન્ડેશન સુત્રાપાડા દ્રારા રૂા. ૭ લાખની દવા/સર્જીકલ સાધનોનું અનુદાન
વેરાવળ, સમગ્ર વિશ્ર્વ કોરોના વાયરસની મહામારીથી પ્રભાવિત થયું છે. કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે સરકારએ એન.જી.ઓ, સામાજીક સંસ્થાઓ અને કંપનીઓ દ્રારા અનુદાન આપવા માટે અનુરોધ કર્યો હતો. જેના પગલે સામાજીક સંસ્થાઓ અને કંપની દ્રારા કોવિડ-૧૯ના સંક્રમણને અટકાવવા માટે આરોગ્યલક્ષી દવા/ વસ્તુઓનું અનુદાન આપવામાં આવી રહ્યું છે. વેરાવળ તાલુકા આરોગ્ય કચેરી ખાતે આજે જી.એચ.સી.એલ.ફાઉન્ડેન સુત્રાપાડા દ્રારા કોવિડ-૧૯ના સંક્રમણ અટકાવવા ઉપયોગ લેવા માટે અંદાજીત રૂા.૭ લાખની દવા/સર્જીકલ સાધનોનું અનુદાન આપવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી ધર્મેન્દ્રસિંહ રહેવરે જી.એચ.સી.એલ.સુત્રાપાડાની અનુદાનની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં કોરોના વાયરસના સંક્રમણમા ઉપયોગમા લેવા…
Read Moreસ્વ. રાજીવ ગાંધી ની 76 મી જન્મજયંતિ નિમિતે વેરાવળ ખાતે ઉજવણી….
ગીર સોમનાથ, તા 20-8-2020, ગીર સોમનાથ જીલ્લા મહીલા કોગ્રેસ દ્રારા સ્વ. રાજીવ ગાંધી ની જન્મજયંતિ નિમિતે કોરોના વોરીયસઁ ના સન્માન સમારોહ નો કાયઁ ક્રમ પ્રદેશ મહીલા કોગ્રેસ પ્રમુખ ની ઉપસ્થિતી મા યોજાયો હતો. દેશના પૂવઁ વડાપ્રધાન અને ટેકલોજીમા ક્રાંતી લાવનાર સ્વ. રાજીવ ગાંધી ની 76 મી જન્મજયંતિ નિમિતે ગીર સોમનાથ જીલ્લા મહીલા કોગ્રેસ પ્રમુખ સંગીતાબેન ચાંડપા દ્રારા ગુજરાત પ્રદેશ મહીલા કોગ્રેસ પ્રમુખ ગાયત્રી બા ઝાલા દ્રારા કોરોનાની મહામારી વચ્ચે પોતાની ફરજ બજાવતા પંચાયતી રાજ મા ચુંટાયેલા મહીલાઓ, તબીબો , નગરસેવીકાઓ, પત્રકારો નુ સન્માન કરાયુ હતું .આ તકે યુથ કોગેસ ના…
Read Moreસાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન નીતિ આયોગમાં રજીસ્ટર થવા બદલ ખુબ ખુબ અભિનંદન
કાલાવડ, પત્રકાર ના હિત માટે છેલ્લા ત્રણ વર્ષથી કાર્યરત ‘સાઉથ એશિયન રિપોર્ટર્સ એસોસિએશન’ ( સારા એસોસિએશન ) નું સરકારશ્રી ના ‘નીતિ આયોગ’ માં રજીસ્ટર થવા બદલ આપ તમામ ‘સારા’ એસોસિએશન ના પદાધિકારીઓ, સભ્યો અને ‘સારા’ એસોસિએશન ના તમામ શુભેચ્છકો ને હું ડૉ.સીમાબેન પટેલ (સંસ્થાપક / રાષ્ટ્રીય અધ્યક્ષા) આપ સૌના સાથ સહકાર બદલ અને આપશ્રી વડીલો, ભાઈઓ અને બહેનો ના આશીર્વાદ થી ‘સારા’ એસોસિએશન નું ‘નીતિ આયોગ’ માં રજીસ્ટર થવા ના આ શુભ અવસર પર આપ સૌનો હૃદયથી આભાર વ્યક્ત કરું છુ અને આ શુભ અવસરે આપ સૌને ખુબ ખુબ શુભેચ્છા…
Read Moreત્રિપલ “પી”ના મંત્રથી અરવલ્લીની આદિવાસી બહેનો બની આત્મનિર્ભર
અરવલ્લી, સમગ્ર વિશ્વ અને ભારત કોરોનાના સંક્રમણકાળમાંથી પસાર થઇ રહ્યુ છે ત્યારે આયુર્વેદિક ઉપચાર સર્વશ્રેષ્ઠ હોવાનું ભારતના આયુષ મંત્રાલય દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. જેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વોથી ભરપૂર હળદર તે પૈકી એક છે. હળદરની ખેતી અને તેના વેચાણથી અરવલ્લીની આદિવાસી બહેનો મહિને પાંચ હજારથી વધુ કમાણી કરીને પ્રોડકશન, પ્રોસેસિંગ અને પેકેજીંગના ત્રિપલ “પી”ના મંત્રથી આત્મનિર્ભર બની છે. અરવલ્લીની આદિવાસી બહેનોને કે જે જમીનના નાના ટુકડાઓમાં દેશી (આર્ગેનિક) હળદર અને દેશી આદુની ખેતી કરીને આર્થિક રીતે પગભર બની છે અગાઉ ખેતરમાં હળદર અને આદુની ખેતી કરીને છુટક બજારમાં વેચાણ કરીને પૈસા…
Read Moreમોડાસાના કાબોલાની ઔધોગિક એકમમાં મોકડ્રીલ યોજાઇ
અરવલ્લી, અરવલ્લી જિલ્લા માં આવેલ વિવિધ મેજર એકસીડન્ટક હેઝાર્ડસ વાળા જોખમી કેમીકલ કારખાનાઓમાં સંભવીત અકસ્માાત/ઇર્મજન્સીવના સંજોગોમાં, જિલ્લા વહીવટીતંત્ર દ્રારા તાત્કામલીક મદદ મળી રહે તેમજ તેઓમાં સતર્કતાનુ પ્રમાણ જળવાઇ રહે તે હેતુથી મોકડ્રીલ યોજાય છે. આકસ્મિક આગનાના સંજોગોમાં તેને કાબુમાં લેવા માટે કેવી રીતે કામગીરી બજાવવી તેની તાલીમ મળી રહે તે માટે આવા મોકડ્રીલ યોજવા જરૂરી છે તેમજ પ્રવર્તમાન ચાલુ માસને સરકાર દ્વારા ” સલામતી માસ” તરીકે ઉજવણી કરવાનું નક્કી કરેલ હોઈ તેના ભાગ રૂપે આ મોકડ્રીલ યોજવામાં આવી હતી. જે અંતર્ગત મોડાસાના કાબોલા સ્થિત ગુરૂકૃપા ક્રાફ્ટસ કારખાનામાં મોક ડ્રીલ યોજાઇ…
Read Moreભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન શરૂ કરવામાં આવે છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત દર વર્ષ “સ્વચ્છ સર્વેક્ષણ” ભારતના દરેક શહેરમાં હાથ ધરવામાં આવે છે
રાજકોટ, તા.૨૦.૮.૨૦૨૦ ના રોજ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત આજરોજ ભારત સરકાર દ્વારા વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી “સ્વચ્છ મહોત્સવ” પુરસ્કાર સમારોહ યોજવામાં આવેલ. આ સમારોહમાં કેન્દ્રના અર્બન અને હાઉસિંગ વિભાગના માન.મંત્રી હરદીપસિંહ પૂરીએ સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ના રેન્કિંગ અને એવોર્ડની ઘોષણા કરી હતી. આ અવસરે રાજકોટ વતી મેયર બિનાબેન આચાર્ય, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, ડેપ્યુટી કમિશનર બી.જી.પ્રજાપતિ, સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા અને પર્યાવરણ ઈજનેર નિલેષ પરમાર વિગેરે જોડાયા હતા. રાજકોટ શહેરને છઠ્ઠું સ્થાન મળ્યું છે. તથા કેન્દ્ર સરકાર દ્વારા બેસ્ટ “સેલ્ફ સસ્ટેઈનેબલ બીગ સિટી” એવોર્ડ પણ રાજકોટને આપવામાં આવેલ છે. સ્વચ્છ સર્વેક્ષણ-૨૦૨૦ અંતર્ગત રાજકોટ…
Read More