ગીર સોમનાથ તાલાલા રોડ આઇડી ચોહાણ સ્કુલ હવેલી મંદિર રોડ સુધી રોડ ની હાલત ખરાબ

ગીર સોમનાથ,

વેરાવળ શહેરમાં છેલ્લા ૧૦ દિવસ થીં આ રોડ પર ગાબડાં પડી ગયા છે. નગરપાલિકા ની ઉધ ઊડતી નથી. આ રોડ પર થી રોજ નાં મોટા વાહનો નીકળે છે.  બાઇક વાળા, રીક્ષા વાળા ઉભા રહી વાટ જુવે છે કે પહેલા મોટા વાહન પસાર થાય પછી નીકડીએ.  કોઈ જવાબદાર નાગરિક અવાજ ઉઠાવવા તૈયાર નથી.  આ રોડ પર મોટા મોટા ગાબડા પડી ગયા છે રાતના એક વાર નગરપાલિકાના કર્મચારીઓ અથવા અધિકારીઓ એક વાર આ રોડ ઉપર ચકર લગાવે તો માલુમ પડે કે જનતા ની અને રહાદારીઓ ની શું હાલત છે.  આ રોડ ઉપર કેટલાક ટુ વ્હીલર ઉપર થી પડી જવાના બનાવો બનેલ છે. તેવું ત્યાંના રહીશો માં થી ચર્ચા થાઇ છે.

રિપોર્ટર : હારુન કાલાવત, ગીર સોમનાથ

Related posts

Leave a Comment