વડોદરા મધ્યસ્થ જેલ માં થી પેરોલ જંપ થયેલ આરોપી ની છોટાઉદેપુર જિલ્લામાં આવેલ પાનવડ પોલીસે ધરપકડ કરી હતી

વડોદરા, પ્રાપ્ત વિગત અનુસાર પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ખાનગી વાહન પેટ્રોલીંગ માં હતા તે વખતે બાતમીના આધારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે થી પેરોલ પર આવેલા પેરોલ જંપ થયેલા પાકા કામ ના કેદી મહેશભાઈ રાઠવા પેરોલ જંપ કરીને હાલ બેડિયા ખાતે આવેલ છે. તેવી હકીકત મળતા પોલીસ સ્ટાફ બેડિયા ગામે પોહચી જતા તેમને આ કામનો આરોપી મહેશ ભાઈ મળી આવેલ છે. જેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આમ પાકા કામ ના પેરોલ જંપ થયેલ કેદી ને પકડી પાડવા મા પાનવડ પોલીસ ને સફળતા મળેલ છે.…

Read More

પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને ઘોઘંબા ખાતે વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી સમારોહ યોજાયો

ગોધરા, યુનો ઘોષિત ૯મી ઓગષ્ટ ‘વિશ્વ આદિવાસી દિવસ’ની પંચમહાલ જિલ્લામાં પણ મોરવા(હ) અને ઘોઘંબા ખાતે ભારે ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ઘોઘંબા તાલુકાના કણબીપાલ્લી ખાતે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડના ચેરમેન રાજેશભાઈ પાઠકના અધ્યક્ષસ્થાને ઉજવણી યોજાઈ હતી. આ પ્રસંગે સંબોધન કરતા તેમણે જણાવ્યું હતું કે અંબાજીથી ઉમરગામ પૂર્વ પટ્ટી માં કુલ ૯૦ લાખ આદિજાતિ વસ્તીના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકારે આદિવાસી સમાજનું સશક્તિકરણ કરી વિકાસનો માર્ગ કંડાર્યો છે. સંસ્કૃતિ અને પ્રકૃતિના રક્ષક તરીકેની આગવી ઓળખ ધરાવનાર આદિવાસી સમાજ અન્ય વિકસિત સમાજની હરોળમાં ઉભો રહી શકે તે માટે તેમના શિક્ષણ,…

Read More

દેવગઢ બારિયા માં વૃક્ષો ધરાશય થયા…..

દેવગઢ બારિયા, પ્રાપ્ત વિગતો અનુસાર દેવગઢબારિયા માં ઢોર દવાખાની બાજુ માં લીમડાનું વૃક્ષ ધરાશય થયું અને બીજો બનાવ દેવગઢબારિયા સબજેલ બાજુમા વૃક્ષ ધરાશય થતા આજુબાજુ માં જ પગલે ગાડીઓમાં નુકસાન થયું હતું. ઢોર દવાખાનાની બાજુમાંવૃક્ષ ધરાશય થતાં આજુબાજુના મુકેલા લારીઓ-ગલ્લાઓ‌ને નુકસાન થયું હતું. વીજળીના તાર તુટી ગયા હતા. પ્રિ-મોનસુન‌ કામગીરી પર અંનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે શું પ્રિ-રીમોનસુન કામગીરી માત્ર કાગળ પર જ છે ? શું આમાં મોટી કોઈ દુર્ઘટના બની હોત તો જવાબદાર કોણ હોત ? શું આ ધટના પછી તંત્ર કોઈ કામગીરી કરશે ખરું તેવા અંનેક સવાલો…

Read More

થરાદ માં થી પસાર થતી મુખ્ય નર્મદા કેનાલ માં ૧૫૦૦થી વધુ નર્મદા કેનાલમાંથી તેમજ તળાવ કૂવા એવી અનેક જગ્યાઓ માંથી મૃતદેહને બહાર કાઢનાર બાહો તરવૈયા સુલતાન મીર ને ઘરનું ઘર બનાવી આપવામાં આવ્યું….  

થરાદ,    થરાદના તરવૈયા સુલતાન મીર ને થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિ અને કોંગ્રેસના આગેવાનોઅને થરાદ ના અન્ય આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન મીર ને રહેવા માટે ઘર નું ઘર બનાવી આપવામાં આવ્યું.. રસોડું, બાથરૂમ,  સંડાશ મકાનની ચારે બાજુ કોટ ગેટ સહિતની તમામ સુવિધાઓ સાથે તરવૈયા સુલતાન મીર ને ઘરનું ઘર બનાવી આપી અને ચાવી આપી અને નવા ઘરમાં સુલતાન મીરે પોતાના પરિવાર સાથે ગૃહ પ્રવેશ કરાયો…. થરાદ ના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત થરાદ તાલુકા રાજપૂત સમાજના પ્રમુખ.ડી.ડી.રાજપૂત થરાદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ આંબા ભાઈ સોલંકી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ.પથુસિંહ રાજપૂત સહિતના આગેવાનો દ્વારા તરવૈયા સુલતાન…

Read More

વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ચોરી કરવા આવેલા તસ્કરનું મોત થયું

વડોદરા, વડોદરા શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં ચોરી કરવા આવેલા તસ્કરનું મોત થયું છે. જેમાં અચાનક કટર ચાલુ થતા ચોર કપાઈ મર્યો હતો. જેથી ચોરીમાં વપરાયેલા કટરે જ જીવ લીધો હોવાનું સામે આવ્યું છે. ચોરીમાં વપરાયેલા કટરે જ તસ્કરનો જીવ લીધો, પોલીસે સ્કવોડની મદદથી વધુ તપાસ હાથ ધરી ઉજજીવન સ્મોલ ફાઇનાન્સ બેંકમાં રાત્રી દરમિયાન તસ્કરે ચોરીનો પ્રયાસ કર્યો હતો. તસ્કરે પહેલા કટરથી સ્ટ્રોંગરૂમનું લોકર તોડ્યું હતું. ત્યારબાદ ચોરી દરમિયાન અચાનક કટર ચાલુ થઈ જતા તસ્કર કપાઈ જતા મોતને ભેટ્યો હતો. ઘટનાની જાણ થતા વારસિયા પોલીસ…

Read More

વડોદરા જિલ્લા એલસીબીએ ઠગબાજ ટોળકી એક મહિલા સહીત 7 શખ્સોની પોલીસે ધરપકડ કરી

વડોદરા ગુજરાત સહીત પાંચ રાજ્યોમાં ઈન્ટરનેટ પર મેલ એસ્કોર્ટની જાહેર સાથે સર્વીસ પુરી પાડવાની જાહેરાત આપી લોકો પાસેથી રૂ. 1.08 કરોડ ખંખેરી લેનાર મુંબઈની ટોળકીની વડોદરા એલસીબીએ ધરપકડ કરી છે. મુંબઈની ઠગબાજ ટોળકીમાં એક મહિલા સહીત 7 શખ્સો પોલીસે ઝડપી પાડી પુછપરછ હાથ ધરી છે. જેમાં અનેક ચોંકવનારી વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી. તેઓ ઈન્ટરનેટ ઉપર લોકેન્ટોની વેબસાઈટ પર આ ટોળકી મેલ એસ્કોર્ટની જાહેરાત આપે, આ જાહેરાતમાં એક ડમી નંબર પણ આપવામાં આવતો હતો. જેના ઉપર કોઈ વ્યક્તિ દ્વારા ફોન કરવામાં આવે ત્યારે કોલર સાથે સેક્સ્યુઅલ વાતો કરવામાં આવતી,…

Read More

છોટાઉદેપુરમાં આદિવાસી સમાજ દ્વારા “વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી “રક્તદાન” સાથે કરવામાં આવી

છોટાઉદેપુર,           આદિવાસી સમાજના આગેવાનો રાજ્ય સભા સાંસદ નારણભાઈ રાઠવા, જીલ્લા ભા.જ.પા. પ્રમુખ જશુભાઈ રાઠવા, આચાર્ય ગણી મહારાજ તેમજ નગરપાલિકા પ્રમુખ નેહાબેન જયસ્વાલની ઉપસ્થિતિમાં આદિવાસી સમાજના ભાઈઓ બહેનોએ ગતરોજ  “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી “રક્તદાન” સાથે કરવામાં આવી હતી. આદિવાસી દર્દીઓ દવાખાનામાં દાખલ થાય અને તેઓને લોહીની જરૂર પડે તો ઘર આંગણે લોહી મળી રહે તે હેતુથી રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આદિવાસી દિવસની ઉજવણી દર વર્ષ રેલી કાઢીને કરતા હોય, કોરોના મહમારીને ધ્યાનમાં રાખીને આ વખતે રેલીનું આયોજન કર્યું ન હતું અને એકદમ સાદાઈથી આદિવાસી દિવસની ઉજવણી…

Read More

ગીર સોમનાથના પ્રભાસ પાટણ માં આવેલ ચોગાન ચોકમાં કષાય વાડો આવેલ છે તેને પાછળ એટલી ગંદકી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે

પ્રભાસ પાટણ,             પ્રભાસ પાટણ માં આવેલ મરછી માર્કેટની પાછળ રેહવાસી વિસ્તાર આવેલ છે ત્યાં એટલી ગંદકી છે કે ત્યાંના રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. આ તમામ ગંદકી ત્યાંના ખાટકીઓ કરે છે. આ ખાટકીઓ પશુઓ કટીંગ કરીને તમાંમ ખરાબ નીકળતી વસ્તુઓને ત્યાંના રેહવાસી વિસ્તાર માં જેસીબી થી ખાડો ખોદીને તમાંમ ખરાબ નીકળતી વસ્તુઓને ખાડા માં નાખે છે. તે ખાડો રેહવાસી વિસ્તાર માં આવેલ છે, તે ખાડામાંથી એટલી દુર્ગંધ આવે છે કે ત્યાંના રેહવાસી રહી નથી શકતા, તે દુર્ગંધ  ગામમાં ફેલાઈ છે આ કોરોના ની મહામારી મા…

Read More

બનાસકાંઠા જિલ્લા ગૌશાળા પાંજરાપોળ સંચાલકોની લાખણી તાલુકાના ગેળા ખાતે બેઠક મળી

બનાસકાંઠા,     કોરોના મા ગૌશાળા પાંજરાપોળ ને મળતું દાન બંધ થઈ જતા સંસ્થાઓ દેવામાં આવી ગઈ છે. છેલ્લા ચાર મહિનાથી સંચાલકો સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે ગત રોજ બજરંગ ગૌશાળા ગેળા ખાતે મોટી સંખ્યામાં ગૌસેવા કો ભેગા મળ્યા હતા. અમે બેઠકમાં આંદોલન ની રણનીતિઓ ઘઢવામાં આવી ગણેશ ચોથ ના બીજા દિવસે થી આંદોલન શરૂ થશે અને અલગ અલગ વિસ્તારના ગૌશાળા પાંજરાપોળ પોતાના વિસ્તારની સરકારી કચેરીઓમાં પશુઓ છોડવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. જૂન અને જુલાઈ મહિનાની બાકી સહાય ની રકમ અને આગામી લાંબા સમય…

Read More

 સુરત જીલ્લા ના કઠોર ખાતે પેસેન્જર અને થ્રી ર્વ્હીલ ગુડ્સ વાહનો માટે ફિટનેસ રીન્યુઅલ કેમ્પ તારીખ 10મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ દરમિયાન યોજાશે

સુરત, ભારત સરકાર ના આદેશ અને રાજ્ય સરકાર ના જાહેરનામા અને પરીપત્રો અંતર્ગત સુરત આર.ટી.ઓ. કચેરી દ્વારા પેસેન્જર વાહનો ત્થા થ્રી વહીલર ગુડ્સ વાહનોના ફિટનેસ રીન્યુઅલ ની કામગીરી આગામી તારીખ 10મી ઓગસ્ટ થી 14મી ઓગસ્ટ દરમિયાન સમય સવારના 10થી સાંજના 04 વાગ્યા સુધી કઠોર સરકારી દવાખાના સામે રેસ્ટ હાઉસ ખાતે થનાર છે. જેથી કેમ્પના સ્થળ નિયત કરેલ ઓનલાઈન ફી ભરીને તથા તમામ દસ્તાવેજો લઈને આવવાનું રહેશે માત્ર પેસેન્જર વાહનો તથા થ્રી વહીલર ગુડ્સ વાહનોએ કેમ્પના સ્થળ એ આવવું, ગુડ્સ વાહનો માટે માસમાં ફિટનેસ સેન્ટર ખાતે ફિટનેસ કરવામાં આવશે તે મુજબ…

Read More