ગીર સોમનાથના પ્રભાસ પાટણ માં આવેલ ચોગાન ચોકમાં કષાય વાડો આવેલ છે તેને પાછળ એટલી ગંદકી છે કે લોકો ત્રાહિમામ પોકારી ઊઠયા છે

પ્રભાસ પાટણ, 

           પ્રભાસ પાટણ માં આવેલ મરછી માર્કેટની પાછળ રેહવાસી વિસ્તાર આવેલ છે ત્યાં એટલી ગંદકી છે કે ત્યાંના રહીશો ત્રાહીમામ પોકારી ઊઠયા છે. આ તમામ ગંદકી ત્યાંના ખાટકીઓ કરે છે. આ ખાટકીઓ પશુઓ કટીંગ કરીને તમાંમ ખરાબ નીકળતી વસ્તુઓને ત્યાંના રેહવાસી વિસ્તાર માં જેસીબી થી ખાડો ખોદીને તમાંમ ખરાબ નીકળતી વસ્તુઓને ખાડા માં નાખે છે.

તે ખાડો રેહવાસી વિસ્તાર માં આવેલ છે, તે ખાડામાંથી એટલી દુર્ગંધ આવે છે કે ત્યાંના રેહવાસી રહી નથી શકતા, તે દુર્ગંધ  ગામમાં ફેલાઈ છે આ કોરોના ની મહામારી મા આ શહેરની ગંદકી ના કારણે રોગચાળો ફાટી નીકળશે ત્યારે આ ગામ ના રહીશો ની જવાબદારી કોણ લેશે ?

માટે આ  ગંદકી તાબડતોબ નગરપાલિકા નાં અધિકારીઓ અને પદ અધિકારીઓએ જલ્દીથી આ ગંદકી ને સાફ કરવી જોઈએ અને આ ગંદકી કરનાર ખાટકીઓ ઉપર કાયદાકીય કાર્યવાહી થવી જોઈએ તેવી ત્યાંના રહીશો ની માંગણી છે . આ કામ વહેલીતકે નગરપાલિકા ચીફ ઓફિસર કરશે તેવું લોકો માં ચર્ચાઓ થાઇ છે.

 

રિપોર્ટર : હારૂન કાલવાત, પ્રભાસ પાટણ

Related posts

Leave a Comment