હિન્દ ન્યુઝ, કાલાવડ
જામનગર જિલ્લાના કાલાવડ ખાતે આજરોજ હરિયાણાના સંત રામપાલજી મહારાજ નામક એક લેખક અને પ્રકાશક એવા પ્રચાર પ્રસાર સમિતિ દ્વારા હિન્દુ ધર્મના ગીતાજીના ધર્મગ્રંથ ના ‘ગીતા તારું જ્ઞાન અમૃત’ નામક સાહિત્ય સાથે બીજા ત્રણ અને સાહિત્યો લઈ હરિયાણા થી ૪૦ જેટલા લોકો એક મોટી બસમાં સાહિત્ય વેચવા કાલાવડમાં આવ્યા હોય કાલાવડના રાષ્ટ્રીય એકતા મંચના રાષ્ટ્રીય અધ્યક્ષા ડૉ.સીમાબેન પટેલ દ્વારા આ સાહિત્યનો ઝીણવટભરી રીતે અભ્યાસ કરતા આ સાહિત્યમાં હિન્દુ વિરોધ જણાય આવતા મુસ્લિમ ધર્મના કુરાન ગ્રંથનો ઘણી આયાતનો ઉલ્લેખ કરી હિન્દુ અને મુસ્લિમ ધર્મની લાગણીઓ દુભાવે એવા લખાણો દેખાઈ આવતા હિન્દુત્વવાદી અને હિન્દુ કાર્યકર્તા ડૉ.સીમાબેન પટેલ દ્વારા તાત્કાલિક ધોરણે કાલાવડ હિન્દુ સંગઠન ના કાર્યકરો એવા કમલેશભાઈ આસરા (બજરંગ દળ પ્રમુખ), કાનાભાઈ જોશી (બજરંગ દળ), તરુણભાઈ ચૌહાણ (સામાજિક કાર્યકર), મયુરસિંહ જાડેજા, કલ્પેશભાઈ સોલંકી, દયાબેન મકવાણા, નારાયણભાઈ બાંભવા, શિવમભાઈ ઓની સાથે કાલાવડમાં હિન્દુ ધર્મની લાગણી દુભાવતા સાહિત્ય વેચતા આ ચાર (4) લોકોને રોકી કાલાવડ ટાઉન પોલીસ મથકમાં જાણ કરી તાત્કાલિક ધોરણે આ ચાર ઈસમો વિરુદ્ધ અને આ સાહિત્યના લેખક પ્રકાશક વિરુદ્ધ કાલાવડ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હિન્દુ ધર્મની લાગણીઓ દુભાવનાર લેખક અને પ્રકાશક વિરુદ્ધ કડક પગલા ભરવા અને આ પ્રકાશનો પર રોક લગાવવા કાલાવડ ટાઉન પોલીસને અરજ કરવામાં આવી હતી.
ગૌરક્ષાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રિતેશભાઈ પટેલ દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યા અનુસાર હિન્દુ લાગણીઓ દુભાવતા સાહિત્યનું કાલાવડમાં વેચાણની પોલીસ ફરિયાદમાં કાલાવડ ટાઉન પોલીસ મથકના પી.આઈ. યુ.એચ.વસાવા, જયરાજભાઈ, રણજીતસિંહ જાડેજા, સંજયભાઈ ગઢવી અને તમામ સ્ટાફ દ્વારા યોગ્ય સહકાર આપવા બદલ ગૌરક્ષક રિતેશભાઈ પટેલ દ્વારા તમામ પોલીસ સ્ટાફ નો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.