બનાસકાંઠા,
કોરોના મા ગૌશાળા પાંજરાપોળ ને મળતું દાન બંધ થઈ જતા સંસ્થાઓ દેવામાં આવી ગઈ છે. છેલ્લા ચાર મહિનાથી સંચાલકો સરકારમાં વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ મળ્યું નથી ત્યારે ગત રોજ બજરંગ ગૌશાળા ગેળા ખાતે મોટી સંખ્યામાં ગૌસેવા કો ભેગા મળ્યા હતા. અમે બેઠકમાં આંદોલન ની રણનીતિઓ ઘઢવામાં આવી ગણેશ ચોથ ના બીજા દિવસે થી આંદોલન શરૂ થશે અને અલગ અલગ વિસ્તારના ગૌશાળા પાંજરાપોળ પોતાના વિસ્તારની સરકારી કચેરીઓમાં પશુઓ છોડવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું. જૂન અને જુલાઈ મહિનાની બાકી સહાય ની રકમ અને આગામી લાંબા સમય સહાય કરવાની માંગ એપ્રિલ-મે જે પ્રમાણે 25 રૂપિયા આપ્યા તે પરમાણે સહાયની માંગ કરવામાં આવી હતી.
રિપોર્ટર : ભરતભાઈ ચૌહાણ, લાખણી