વડોદરા,
પ્રાપ્ત વિગત અનુસાર પાનવડ પોલીસ સ્ટેશન વિસ્તાર માં ખાનગી વાહન પેટ્રોલીંગ માં હતા તે વખતે બાતમીના આધારે વડોદરા મધ્યસ્થ જેલ ખાતે થી પેરોલ પર આવેલા પેરોલ જંપ થયેલા પાકા કામ ના કેદી મહેશભાઈ રાઠવા પેરોલ જંપ કરીને હાલ બેડિયા ખાતે આવેલ છે. તેવી હકીકત મળતા પોલીસ સ્ટાફ બેડિયા ગામે પોહચી જતા તેમને આ કામનો આરોપી મહેશ ભાઈ મળી આવેલ છે. જેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. આમ પાકા કામ ના પેરોલ જંપ થયેલ કેદી ને પકડી પાડવા મા પાનવડ પોલીસ ને સફળતા મળેલ છે.
રિપોર્ટર : સલમાન મીઠાભાઈ, વડોદરા