સુઇગામ તાલુકાના કુભારખા ગામે પ્રાચીન કુભેશ્વર મહાદેવ નુ મંદિર

સુઇગામ,

સુઇગામ અને ભાભર નેશનલ હાઈવે ઉપર થી પાંચ કિલોમીટર ના અંતરે સુઇગામ તાલુકાના કુભારખા ગામે પ્રાચીન સમયથી કુભેશ્વર મહાદેવ નુ મંદિર આવેલું છે. જ્યાં લોકો દુર દુર થી દર્શન કરવા અને પોતાની માનતા પુર્ણ કરવા આવે છે. જેમાં ગામલોકો ના જણાવ્યા મુજબ કે આ શિવાલય હજારો વર્ષ જુનુ છે. જ્યારે 1992 માં કુભારખા ગામ લોકો દ્વારા બાજુ માં નવીન શિવમંદિર બનાવી ને ધામ ધુમ પુર્વક શિવ ભગવાન ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી

ત્યાર થી આ શિવ મંદિર કુભેશ્વર મહાદેવના નામ થી પ્રચલિત થયુ હતું. જેમાં દર શ્રાવણ માસ ના સોમવારે આજુબાજુના ગામો ના લોકો શિવ ભગવાન ના દર્શન કરી ને ધન્યતા અનુભવે છે.

રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Related posts

Leave a Comment