ભાભર તાલુકાના ગાંગુણ ગામે પાંચ ગલુડીયા બચાવી લેવામાં આવ્યા હતા

ભાભર,   ભાભર તાલુકાના ગાંગુણ ગામે એક ખેતરમાં માં આવેલા 35 ફુટ ઉંડા બોરવેલ ના પોલાણ માં પાંચ ગલુડીયા પડી ગયા હતા. જેની જાણ ભાભર સેવાકીય ગૃપ ને થતાં પાંચ ગલુડીયા ઓ ને બચાવવા માટે જેસીબી મશીન દ્વારા રેસ્કયુ ઓપરેશન કરવામાં આવ્યું હતું. જેમાં ભાભર સેવાકીય ગૃપ દ્વારા સાઈડમાં જેસીબી થી ખાડો કરીને સાત કલાક સુધી સતત મહેનત કરી ને પાંચે ગલુડીયા ને આબાદ રીતે અને જીવ ના જોખમે બચાવી લેવામાં આવ્યા હતા. જેમાં ભાભર સેવાકીય ગૃપ દ્વારા આ માનવતા નુ કાર્ય કરવામાં આવતાં આજુબાજુના લોકો માં પણ આનંદ ફેલાયો હતો.…

Read More

લુદ્રા માં શિવ મંદિર નિર્માણ માટે યુવાનો અને વડીલો ની તનતોડ મહેનત

દિયોદર, હિન્દ ન્યૂઝ              દિયોદર ના લુદ્રા ગામ માં પ્રાથમિક શાળા ની બાજુ માં ઐતિહાસિક શંકર ભગવાન નું એક સ્થાન આવેલ છે જ્યાં ગામ લોકો દ્વારા હાલ માં શિવલિંગ ની પૂજા અર્ચના કરવા માં આવે છે. દર વર્ષે ગામ લોકો ના સાથ અને સહકાર ના પ્રયાસ થી ત્યાં યજ્ઞ નું પણ આયોજન કરવા માં આવે છે, પરંતુ આ ઐતિહાસિક જગ્યા પર મંદિર ના હોવાથી ગામ લોકો ના સાથ અને સહકાર થી હવે આ જગ્યા પર ભવ્ય મંદિર નું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ મંદિર…

Read More

RTE ઓનલાઈન પ્રોસેસમાં મુદ્દત વધારો કરવામાં આવે : બશિર ગોહેલ

ગીર સોમનાથ, મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ 2009 મુજબ RTE ઓનલાઈન પ્રોસેસ તારિખ 19-8-2020 થી ચાલી રહેલ છે જેની છેલ્લી તારીખ 29-08-2020 છે. હાલમાં ચાલી રહેલ કોરોના વૈશ્વિક મહામારી (કોવિડ-19) નાં કારણે ઘણી ખરી સરકારી કચેરીઓમાં સ્ટાફના અભાવે તેમજ ઈન્ટરનેટ કનેકશન ની સમસ્યા હોવાથી સમયસર ઓનલાઈન ફોર્મ ભરવાના આધાર પુરાવાઓ મેળવવામાં મોડું થઈ રહેલ છે તેમજ ચાલુ વર્ષે આંગણવાડીમાં અભ્યાસનો દાખલો અને સિંગલ ગર્લ ચાઈલ્ડ અંગેનું પ્રમાણપત્ર મેળવાવવાના પરિપત્રો RTE ઓનલાઈન પ્રકિયા શુરૂ થઇ ગયા બાદ બહાર પાડવામાં આવેલ છે. આવકના દાખલાઓ અને રજીસ્ટર્ડ ભાડા કરાર કઢાવવા ઓનલાઈન ટોકન દ્વારા…

Read More

ભાદરવી મહાકુંભનો પ્રારંભ મીની અંબાજી સણાદર ધામ નો મેળો મોકૂક રખાયો

દિયોદર,            ગુજરાત પ્રસિધ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મહાકુંભ નો પ્રારંભ થયો છે જેમાં આ વખતે કોરોના વાઇરસ ના કારણે મેળો બંધ રાખવાનો નિર્ણય લીધા બાદ જિલ્લા માં મીની અંબાજી ધામ ગણાતા સણાદર ખાતે પણ કોવિડ -19 ની પરિસ્થિતિ ધ્યાને લઇ આજ થી એટલે કે 29/8/2020 થી 2/9/2020 સુધી ભાદરવી મહાકુંભ નો પ્રારંભ સાથે મેળો મોકૂક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે મીની અંબાજી ધામ ગણાતા સણાદર ખાતે માં અંબા બિરાજમાન છે અને અહીં દર ભાદરવી ચૌદસ અને પૂનમ બે દિવસ લાખો ભક્તો દર્શન અર્થ આવે છે…

Read More

જામનગર જિલ્લા/શહેર કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા સામે ધરણાં અને સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ની સામે આવેદનપત્ર આપી

કાલાવડ, હિન્દ ન્યૂઝ આજે સવારે ૧૦-૩૦ કલાકે પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ માનનિય અમિતભાઈ ચાવડા ની સુચના મુજબ કેન્દ્ર સરકાર ના તઘલગી નિણર્ય થી વિદ્યાર્થીઓ ની જેઈઈ- નિટ(JEE-NEET)ની પરીક્ષા ઓ લેવા માટે ના નિણર્ય થી વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ ની માંગણી મુજબ આ પરીક્ષા ઓ મુલતવી રાખવામાં આવે તેવી માંગ ઉઠી છે, છતાં કેન્દ્ર સરકાર આ બાબતે અડગ રહેતા જામનગર જિલ્લા/શહેર કોંગ્રેસ તથા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા સામે ધરણાં અને સ્વામી વિવેકાનંદ ની પ્રતિમા ની સામે આવેદનપત્ર આપી તથા પુષ્પાંજલિ અર્પણ કરી ને ધરણાં નો કાર્યક્રમ રાખવામાં…

Read More

મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત નવી યોજનાઓની માહિતી આપવા કાર્યક્રમ યોજાયો

દેવગઢ બારીયા, ખેડૂતો સ્વનિર્ભર બને તે માટે મુખ્યમંત્રીએ મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત સાત નક્કર નવીન યોજનાઓ ખેડૂત કલ્યાણ માટે રાજયભરમાં શરૂ કરી છે. આ યોજનાઓની માહિતી દરેક ખેડૂત સુધી પહોંચે તે માટે દાહોદ જિલ્લાના દેવગઢ બારીયા, ધાનપુર અને ગરબાડા તાલુકાના ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ દેવગઢ બારીયાની પીટીસી કોલેજ ખાતે યોજાયો હતો. રાજય મંત્રી બચુભાઇ ખાબડ અને સાંસદ જસવંતસિંહ ભાભોરએ ખેડૂતોને આ સાતેય યોજનાઓ વિશે વિસ્તારપૂર્વક સમજ આપી હતી. આ પ્રસંગે રાજયમંત્રી બચુભાઇ ખાબડે ખેડૂતોને સંબોધતા જણાવ્યું કે, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ સાત પગલા ખેડૂતોના કલ્યાણના તાકીદના સમયે લીધા છે. જે…

Read More

કલોલ શહેર માં માસ્ક અને સેનિટાઈઝર બોટલ નું નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમ

કલોલ,  સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસ ની ભયંકર મહામારી માં આપણા પ્રજા હિતકારી અને સદાય આમ જનતા ની ચિંતા કરતા આપણા સાંસદ અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ એ કલોલ વિધાનસભા માં અનાજ કિટ નું વિતરણ કરી ફરી ઍક વાર પ્રજા ની સેવા માં કલોલ શહેર માં માસ્ક અને સેનિટાઈઝર બોટલ નું નિ:શુલ્ક વિતરણ કાર્યક્રમ નીચે મુજબ રાખેલ છે. તા.૨૮/૦૮/૨૦૨૦ ના રોજ સવારે ૧૦-૦૦ કલાકે બાબા સાહેબ આંબેડકરજી ની પ્રતિમા થી વિતરણ રથ પ્રસ્થાન થઈ નીચે મુજબ રૂટ પર ફરશે. ૧. બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા ૨. લવલી ચોક બી.વી.ઍમ ફાટક ૩.…

Read More

સર્જન ફાઉન્ડેશન દ્વારા તુલસીના રોપાનું ફ્રી વિતરણ પંચનાથ મંદિરે થી દર્શનાર્થીઓને મેયર બીનાબેન આચાર્ય ના હસ્તે નિઃશુલ્ક અપાશે

રાજકોટ,           સામાજિક સેવાકીય શૈક્ષણિક અને ધાર્મિક ક્ષેત્રે સતત લોક ઉપયોગી નિ:શુલ્ક કાર્યો કરતી રાજકોટની સુપ્રસિદ્ધ નામાંકિત સંસ્થા ‘સર્જન ફાઉન્ડેશન ટ્રસ્ટ’ દ્વારા તા. ૨૯ ને શનિવારે (ભાદરવી અગિયારસ) ના રોજ હાલના કોરોના વાયરસની મહામારી ના સમયમાં ઔષધિ ગુણ ધરાવતી અને રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી તુલસી ધર્મ પ્રેમી પ્રજા ના ઘેર ઘેર પહોંચે તેવા શુભ આશયથી રાજકોટના લોકપ્રિય મેયર બીનાબેન આચાર્ય અને શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી ના હસ્તે પંચનાથ મહાદેવ મંદિરે દર્શન કરવા આવતા દર્શનાર્થીઓને તા.29 ને શનિવારના સાંજે 5:00 કલાકે નિઃશુલ્ક વિતરણ કરવામાં આવશે.…

Read More

પાલનપુર ગુરુનાનક ચોક કા રાજા શ્રી સિદ્ધિવિનાયક ગણપતિ બાપા નું વિધિ પૂર્વક વિસર્જન

પાલનપુર, હિંદુ ધર્મમાં ગણપતિ બાપા ની પૂજા અર્ચના કરી કોઈ પણ કાર્ય કરીએ સિયે એજ રીતે આ વર્ષે પણ પાલનપુર ગુરુનાનક ચોક પર આ વર્ષે પણ ગણપતિ બાપા ગણેશ મહોત્સવ યોજાયો, પરંતુ કોરોના ની મહામારી ને ધ્યાન માં રાખી ને આ વર્ષે ગણેશ સમિતિ ના પ્રમુખ દિનેશભાઈ પંચાલ, નિશાંત ભાઈ, અનિલભાઈ, ઋચિતભાઈ ધવલભાઈ,  હરેશભાઈ ની કમિટી દ્વારા ગણેશ ચતુર્થી લઈ બાપાની પૂજા અર્ચના કરી બાપા ને પ્રાર્થના કરી હે બાપા અમે આજે આપની મૂર્તિ નું વિસર્જન કરીએ છીએ હે બાપા આ કોરોનાથી મુક્તિ આપવો અમારા ભારત દેશ પર આ સંકટ…

Read More

રાજકોટ શહેરમાં કોરોનાની સારવાર લઇ રહેલા સિવિલ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં કુલ.૬ દર્દીઓ એમ કુલ.૨૨ દર્દીઓના મોત થયા

રાજકોટ, હિન્દ ન્યૂઝ તા.૨૮.૮.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરમાં કોરોનાની ક્રૂરતા યથાવત છે. સૌરાષ્ટ્રના જુદા-જુદા વિસ્તારમાંથી સારવાર લઇ રહેલા કુલ.૨૨ દર્દીઓના મોત થયા છે. કોરોનાની સારવાર લઇ રહેલા સિવિલ હોસ્પિટલમાં ૧૬ દર્દીઓ અને ખાનગી હોસ્પિટલમાં કુલ.૬ દર્દીઓ એમ કુલ.૨૨ દર્દીઓના મોત થયા છે. રાજકોટમાં આ સાથે જ ૧૯ દિવસમાં કુલ મૃત્યુઆંક ૩૦૮ થઇ ગયો છે. અને શહેરમાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા ૨૯૦૦ પર પહોંચી ગઇ છે. ગુરૂવારે એટલે કે ૨૭ ઓગસ્ટે કુલ.૩૫ લોકોના ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૨૨૫ લોકો હજુ પણ સારવાર હેઠળ છે. રિપોર્ટર : દિલીપ પરમાર, રાજકોટ

Read More