RTE ઓનલાઈન પ્રોસેસમાં મુદ્દત વધારો કરવામાં આવે : બશિર ગોહેલ

ગીર સોમનાથ,

મફત અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ 2009 મુજબ RTE ઓનલાઈન પ્રોસેસ તારિખ 19-8-2020 થી ચાલી રહેલ છે જેની છેલ્લી તારીખ 29-08-2020 છે. હાલમાં ચાલી રહેલ કોરોના વૈશ્વિક મહામારી (કોવિડ-19) નાં કારણે ઘણી ખરી સરકારી કચેરીઓમાં સ્ટાફના અભાવે તેમજ ઈન્ટરનેટ કનેકશન ની સમસ્યા હોવાથી સમયસર ઓનલાઈન ફોર્મ ભરવાના આધાર પુરાવાઓ મેળવવામાં મોડું થઈ રહેલ છે તેમજ ચાલુ વર્ષે આંગણવાડીમાં અભ્યાસનો દાખલો અને સિંગલ ગર્લ ચાઈલ્ડ અંગેનું પ્રમાણપત્ર મેળવાવવાના પરિપત્રો RTE ઓનલાઈન પ્રકિયા શુરૂ થઇ ગયા બાદ બહાર પાડવામાં આવેલ છે.

આવકના દાખલાઓ અને રજીસ્ટર્ડ ભાડા કરાર કઢાવવા ઓનલાઈન ટોકન દ્વારા એપોઇન્ટમેન્ટ મળતી ન હોવાને કારણે ઘણા વાલીઓ મુદત ઓછી હોવાથી હેરાન પરેશાન છે. શિક્ષણ વિભાગના તા.04.08.2020 ના ઠરાવમાં ચાલુ વર્ષે અમલમાં આવેલ હોય તેમજ અદ્યતન નવીન પ્રકિયા હોવાથી તેમજ સમગ્ર રાજય મા ખુબજ વરસાદ હોય અને ઘણા જિલ્લાઓ મા પુર ની પરિસિથી ને કારણે RTE પ્રવેશ ફોર્મ ભરવાનો સમય 10 દિવસ ખુબજ ઓછો પડે તેમ છે જે કારણે નબળા અને વંચીત જૂથના બાળકો પોતાના મૂળભૂત અધિકારથી વંચિત રહી જાય તેમ છે. જે અન્વયે યોગ્યત્વે પગલાં સ્વરૂપે ગરીબ લાભાર્થીઓ અને વાલીઓના હિતાર્થે જાહેર હિતમાં ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દતમાં વધારો કરવામાં આવે તેવી માંગ સાથે ગુજરાત RTE સેવા સમિતિ દ્વારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય, શિક્ષણ મંત્રી ગુજરાત રાજ્ય, પ્રાથમિક નિયામક ને ઇ-મેઇલ અને વોટ્સએપ ના માધ્યમથી રજૂઆત કરવામાં આવી.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment