જામનગરમાં ધો.૧૦ પછીના ડીપ્લોમાં ઈજનેરી અભ્યાસક્રમોનો કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે

હિન્દ ન્યુઝ, જામનગર

      જામનગરમાં ધોરણ ૧૦ પછી ડિપ્લોમા ઇજનેરી અભ્યાસક્રમોના પ્રવેશ પ્રક્રિયાની માહિતી અને ડિપ્લોમા ઇજનેરીના વિવિધ અભ્યાસક્રમોના કારકિર્દી માર્ગદર્શન માટેના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમીનાર તારીખ ૨૮/૫/૨૦૨૫ ના રોજ સવારે ૧૧.૦૦ થી ૧.૩૦ કલાકે, સરકારી પોલિટેકનિક, સેમીનાર હોલ,ન્યુ બિલ્ડીંગ,વાલસુરા રોડ,જામનગર ખાતે યોજવામાં આવશે જેમાં સરકારી પોલિટેકનિક જામનગરના તજજ્ઞો માર્ગદર્શન પુરૂ પાડશે. આ સેમિનારનો ઇચ્છુક ઉમેદવારો મહત્તમ ભાગ લે તે માટે સરકારી પોલિટેકનિકના આચાર્યની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment