હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ જિલ્લા ગાયત્રી પરિવાર ની જનરલ મીટીંગ દાહોદ શક્તિપીઠ ખાતે બોલાવવામાં આવી. જેમાં તાલુકા સંયોજકો પાસેથી ત્રિમાસિક રિપોર્ટ અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જ્યોતિ કળશનું આગમન થવાનું હોય તેની રૂપરેખા તૈયાર કરવા માટેની વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી તેમજ પરમ પૂજ્ય ગુરુદેવના સાત આંદોલન વિશે વિશેષ ચર્ચાઓ કરવામાં આવી હતી.

આ મિટિંગમાં જિલ્લામાં સંયોજક ચંદાણા, ઉપઝોન સંયોજક રામજીભાઈ ગરાસીયા, જિલ્લા યુવા સંયોજક અમૃતભાઈ ગોપીચંદ ભુરીયા, તમામ તાલુકાના વરિષ્ઠ પરિજન ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટર : ગોવિંદભાઈ પટેલ, દાહોદ

