અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદને લીધે ધોવાયેલા રસ્તાઓ ગણતરીના સમયમાં પૂર્વવત કરાયા…

અરવલ્લી, સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસ દરમિયાન ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જયારે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદના કારણે નદી-નાળા છલકાયા છે અને ડેમમાં નવા નીરની આવક થઇ છે. જેમાં અરવલ્લી જિલ્લામાં પણ વરસાદ વરસતા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓને નુકશાન થયું હતું પરંતુ જિલ્લા વહિવટીતંત્રની સજ્જતાથી રસ્તાઓ પૂર્વવત કરાયા છે. અરવલ્લી જિલ્લામાં છેલ્લા બે દિવસમાં ભારે વરસાદના કારણે જિલ્લાના શનિવાર સવારથી રવિવારના સવારના ૬ કલાક દરમિયાન મોડાસામાં ૭૯, ભિલોડામાં ૧૩૦, મેઘરજમાં ૭૩, માલપુરમાં ૧૪૯, બાયડમાં ૬૯ અને ધનસુરામાં ૧૬૦ મળી કુલ ૬૬૦ મી.મી વરસાદ નોંધાયો હતો.…

Read More

સોમનાથ ખાતે ૭૧ મો વન મહોત્સવ તાલુકા કક્ષા નો યોજાયો…

સોમનાથ , સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે વેરાવળ તાલુકા કક્ષા નો વન મહોત્સવ યોજાયો, જેમા સોમનાથ નક્ષત્રવાટીકા ના રાષ્ટ્રીય ઉપાધ્યાય વિશાખા ભટ્ટ, વેરાવળ મામલતદાર, નગરપાલિકા ના ચીફ ઓફીસર તેમજ કારોબારી ચેરમેન ‌રાજેશ ભાઈ ગઢિયા , સ્વામીનારાયણ ગુરુકુળ ના સ્વામી ભકતિપરસાદજી સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહેલ. મહાનુભાવો ના હસ્તે દીપ પ્રાગટય કરી વન મહોત્સવ ને ખુલ્લો મુકાયેલ અને ગુરુકુળ ના પ્રાંગણ માં વિવિધ પ્રકાર ના વૃક્ષો નું રોપણ કરવામાં આવેલ હતું. રિપોર્ટર : તુલસી ચાવડા, ગીર સોમનાથ

Read More

થાનગઢ ખાતે નગરપાલિકા માં નવનિયુક્ત કરવામાં આવી

થાનગઢ, આજરોજ થાનગઢ ખાતે નગરપાલિકામાં નવનિયુક્ત પ્રમુખ શ્રીમતિ લીનાબેન ડોડીયા તથા ઉપપ્રમુખ લાલાભાઇ અલગોતર દ્વારા ચાર્જ સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મંત્રી કરશનભાઇ સભાડ, થાનગઢ શહેર ભાજપ પ્રમુખ જીતુભાઇ પુજારા, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી લખમણભાઈ અલગોતર, થાનગઢ શહેર ભાજપ મહામંત્રી ભુપેન્દ્રભાઈ નકુમ, થાનગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રધ્યુમનસિંહ રાણા, થાનગઢ શહેર યુવા મહામંત્રી ચિરાગભાઈ મીર, યુવા અગ્રણી જયેશભાઇ સરાવાડીયા, ભરતભાઈ ભરવાડ ની ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટ : જયેશભાઈ મોરી, થાનગઢ

Read More

તેરવાડા (રબારીવાસ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા વૃક્ષા રોપણ કરાયું

દિયોદર, કાંકરેજ તાલુકા ના તેરવાડા ગામે આવેલ રબારી વાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગત રોજ તેરવાડા ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું. એસિયા ની નંબર વન અને બનાસકાંઠા જિલ્લા માં આવેલ બનાસડેરી ના ચરેમેન શંકરભાઇ ચૌધરી દ્વારા જિલ્લા ને હરિયાળો બનાવવા માટે છેલ્લા બે વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. બનાસડેરી દ્વારા જિલ્લા ના તમામ ગામો માં વૃક્ષો મોકલવામાં આવી રહ્યા છે. જેમાં દરેક ગામ ની દૂધ મંડળી ના મંત્રી ચેરમેન સભાસદો તેમજ દૂધ ઉત્પાદક ખેડૂતો સાથે…

Read More

ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતા ની સામાજિક કાર્યકરો એ કરી રૂબરૂ મુલાકાત

ગીર સોમનાથ , તા. 24/8/2020 સોમવાર ના રોજ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતા ની સામાજિક કાર્યકરો એ રૂબરૂ મુલાકાત કરી અને વોર્ડ ન.5 અને 6 મા જે કમર સુધી પાણી ભરાયેલ છે. તેના વિડિઓ, ફોટો સહિત લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે છેલ્લા 5 વર્ષથી પાણી ખૂબ ભરાય રહ્યું છે અને નગરપાલિકા દ્વારા જો યોગ્ય પગલાં લેવામાં આવે તો આનું નિરાકરણ પણ શક્ય છે અને જો આ પાણી નું વહેલી તકે નિકાલ નહિ કરવામાં આવે તો આ વિસ્તાર મા ભયંકર રોગચાળો ફેલાશે જેની…

Read More

વાલીયા પોલીસે બાતમી ના આધારે રેઇડ કરી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો

વાલીયા, પોલીસ સુત્રોઅનુસાર વાલીયા તાલુકા ના સોડગામથી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પોલીસ ને બાતમી મળી હતી કે રવિચંદ ઉર્ફે મુન્નો વસાવા રહે સોડગામ પોતાની ઈક્કો ગાડીમાં ભારતીય બનાવટ નો ઈગંલીસ દારુ લઈ આવી પોતાના ઘરે સગે વગે કરવાની ફિરાકમાં છે તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસ રેઈડ ટીમ તૈયાર કરી સોડગામ રેડ કરતા રવિચંદ ઉર્ફે મુન્નો વસાવા તેના ઘર આગળ પોતાની ગ્રે કલર ની ઈક્કો ગાડી પાસે હતો અને પોલીસ ની રેડ જોઈ ભાગવાની કોશિશ કરતા તેને દોડીને પકડી લીધો હતો અને ગાડી મા ચેક કરતા પાછળના ભાગે ભારતીય બનાવટ…

Read More

દાંતા તાલુકા નું અંબાજીયાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મેળો 300 વર્ષ માં પહેલી વાર બંધ

બનાસકાંઠા, દાંતા તાલુકા નું અંબાજીયાત્રાધામ અંબાજી ભાદરવી પૂનમ મેળો 300 વર્ષ માં પહેલી વાર બંધ ગુજરાત નું શકિત પીઠ એવું જગત જનની માં અંબા ના ધામ આજ થી 12 દિવસ સુધી સદંતર મંદિર બંધ રાખવામાં આવ્યુ છે. 300 વર્ષ ના ઈતિહાસ માં ભાદરવી પૂનમ નો મેળો કોરોના વાયરસ ને ધ્યાન માં રાખી રદ કરવામાં આવ્યો છે, જેથી આજ રોજ થી અંબાજી માતાજી નું મંદિર 12 દિવસ સુધી બંધ રહેશે અને માતાજી ની આરતી મંદિર દ્વારા ભક્તો ઓનલાઇન જોઈ શકે તેવી વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવી છે. રિપોર્ટર : પ્રફુલ ગોહિલ,…

Read More

માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવા મેડમ જોડિયા તાલુકાની મુલાકાતે

જોડિયા, માન. નાયબ જિલ્લા વિકાસ અધિકારી એ.યુ.મકવા મેડમ ની જોડિયા તાલુકામાં પડેલ તા.23-24/8/20 અતિભારે વરસાદને કારણે થયેલ ઘર વખરી, ખેતીના તથા જમીન ધોવાણ, રોડ રસ્તા તથા નાલા પૂલિયા ડેમેજ, નુકસાની તાગ મેળવેલ તેમજ જામદુધઈ, માવનુગામ, માણામોરા, આજી-4 પુલ તેમજ કડલાં અને જામનગર કોસ્ટલ હાઇવે પર જોડીયા તાલુકા ના નવા માવનુગામ ગામ પાસે નાળું બેસી જવાથી હાઈવે બંધ કરવો પડ્યો હતો. તે સ્થિતિ ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તાલુકા વિકાસ અધિકારી જોડીયા હાજર રહ્યા હતા. જોડિયા ઉડ નદી જ્યાં દરિયામાં સમાય જાય છે. તે પુલ ની પરિસ્થિતિ જાણી હતી.…

Read More

ખેડુતો હળ અને બળદની મદદ વિના વાવણી કરી શકે તેવા સાધનનો એક યુવાને આવિષ્કાર કયૉ

નેત્રંગ, તા.૨૪-૮-૨૦૨૦ ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં મોટાભાગના ખેડુતો ડુંગરાળ વિસ્તારમાં ખેતી થતી હોય છે ત્યારે ખેડુતો હળ અને બળદની મદદ વિના વાવણી કરી શકે તેવા સાધનનો એક યુવાને આવિષ્કાર કર્યો છે, પ્રાપ્ત માહિતી મુજબ ચોમાસાની સિઝનના પ્રારંભની સાથે જ ખેડુતો ખેતરમાં બળદોની મદદથી હળ ચલાવતાં નજરે પડતાં હોય છે.,ગરીબ ખેડુતો કે જેમની પાસે બળદ નથી તેઓ પોતાના હાથથી હળ ખેંચતાં હોય છે, અને હાલના સમયમાં ખેડુતો ટ્રેકટર,કલ્ટી, પ્લાવ અને ઓરણીયા વડે ખેતીકામ કરતાં હોય છે, પરંતુ નાના સીમાંત જે ખેડુતો હોય છે,તે ખેતીમાં આધુનિક ખેતઓજારનો ઉપયોગ કરી શકતા નથી, તેવા…

Read More

ગઢડા તાલુકાના બે વર્ષ જૂની ગુમ થયેલી નયનાબેન ને શોધી પાડતી ઢસા પોલીસ

ગઢડા, મ્હેં. ડી જી. પી. ગુ. રા. ગાંધીનગર નાઓની ગુમ /અપહરણ થયેલ બાળકોને શોધવા તા. ૬/૦૮/૨૦૨૦થી ૨૦/૦૮/૨૦૨૦ સુધી સ્પેશ્યલ ડ્રાયવનું આયોજન કરેલ હોઈ જે ડ્રાયવ અનુસંધાને મ્હેં. પોલીસ મહાનિરીક્ષક અશોકકુમાર યાદવ, ભાવનગર રેન્જ નાઓની સૂચના મુજબ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા બોટાદ, નાઓએ હાથ ધરેલ ઝુંબેશ અંગે ના. પો. અધિ. રાજદીપસિંહ નકુમ સાહેબ ના સૂચના અને માર્ગદર્શન હેઠળ ઢસા પોલીસ સ્ટેશન ની અલગ અલગ ટીમ બનાવેલ. જેથી ઢસા પોલીસ ઇન્સ્પેક્ટર જે. વી. ચૌધરી નાઓએ ગુમ /અપહરણ થયેલ બાળકોને શોધી કાઢવા સૂચના કરેલી દરમ્યાન ઢસા પોલીસ સ્ટેશન ના અ. હે કો. હરેશભાઇ…

Read More