વાલીયા પોલીસે બાતમી ના આધારે રેઇડ કરી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો

વાલીયા,

પોલીસ સુત્રોઅનુસાર વાલીયા તાલુકા ના સોડગામથી વિદેશી દારૂ ઝડપી પાડયો હતો. પોલીસ ને બાતમી મળી હતી કે રવિચંદ ઉર્ફે મુન્નો વસાવા રહે સોડગામ પોતાની ઈક્કો ગાડીમાં ભારતીય બનાવટ નો ઈગંલીસ દારુ લઈ આવી પોતાના ઘરે સગે વગે કરવાની ફિરાકમાં છે તેવી ચોક્કસ બાતમી મળતા પોલીસ રેઈડ ટીમ તૈયાર કરી સોડગામ રેડ કરતા રવિચંદ ઉર્ફે મુન્નો વસાવા તેના ઘર આગળ પોતાની ગ્રે કલર ની ઈક્કો ગાડી પાસે હતો અને પોલીસ ની રેડ જોઈ ભાગવાની કોશિશ કરતા તેને દોડીને પકડી લીધો હતો અને ગાડી મા ચેક કરતા પાછળના ભાગે ભારતીય બનાવટ નો ઈન્ગલીસ દારુ ભરેલો મળી આવ્યો હતો. જેમાં નાની મોટી બોટલો મળી કુલ ૬૪,૮૦૦નો દારુ તેમજ ૨,૦૦,૦૦૦ ના ગાડી મળી કુલ ૨,૬૪૮૦૦ નો મુદ્દા માલ કબ્જે કર્યો હતો.

રિપોર્ટર : સતિષભાઇ દેશમુખ, નેત્રંગ

Related posts

Leave a Comment