ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતા ની સામાજિક કાર્યકરો એ કરી રૂબરૂ મુલાકાત

ગીર સોમનાથ ,

તા. 24/8/2020 સોમવાર ના રોજ ગીર સોમનાથ જીલ્લા કલેકટર અજય પ્રકાશ તેમજ નગરપાલિકા ચીફ ઓફિસર મહેતા ની સામાજિક કાર્યકરો એ રૂબરૂ મુલાકાત કરી અને વોર્ડ ન.5 અને 6 મા જે કમર સુધી પાણી ભરાયેલ છે. તેના વિડિઓ, ફોટો સહિત લેખિત અને મૌખિક રજૂઆત કરેલ છે કે છેલ્લા 5 વર્ષથી પાણી ખૂબ ભરાય રહ્યું છે અને નગરપાલિકા દ્વારા જો યોગ્ય પગલાં લેવામાં આવે તો આનું નિરાકરણ પણ શક્ય છે અને જો આ પાણી નું વહેલી તકે નિકાલ નહિ કરવામાં આવે તો આ વિસ્તાર મા ભયંકર રોગચાળો ફેલાશે જેની તકેદારી લેવાની ખાસ જરૂર છે. આ તકે સામાજીક કાર્યકર અફઝલ, જીવન જ્યોત સેવા ટ્રસ્ટ ના પ્રમુખ બકુલભાઇ પટેલ, કોંગ્રેસ શહેર પ્રમુખ દિનેશ રાયઠ્ઠા, ડો.જફર સૈયદ બેસ્ટ હોસ્પિટલ એમ.ડી., અસગર અલી કાદરી, પ્રેમ ગઢીયા, યગ્નેશ સિરોદરિયા એ રજૂઆત કરેલ હતી.

રિપોર્ટર : સઈદ મહિડા, ગીર સોમનાથ

Related posts

Leave a Comment