લોધીકા તાલુકાના નગરપીપળીયાના ખેડૂતોના અતિશય પડેલ વરસાદથી થયુ પાકને નુકશાન, ખેડૂતોએ નુકશાની વર્તર આપવાની કરી માંગ

લોધીકા,

લોધીકા તાલુકાના નગરપીપળીયા ગામના ખેડૂતોની લાચારી સાથે વ્યથા જોવા મળી હતી. ચોમાસાની સીઝનનો વરસાદ રેગ્યુલર કરતા અતિ વરસાદ પડેલ હોવાના કારણે ખેડૂતોના ઉભા પાકને પારાવાર નુકસાનની થયેલ છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે તેમજ મગફળી, કઠોળ સહીતમા ઉભી અડદી બળી જતા ખેડૂત દ્વારા ઉપાડી લેવામાં આવેલ છે.

તેમજ ઉપાડેલ મગફળીના પાથરા બળી જતા મગફળીનો પાક નિષ્ફળ જવાની ભીતી નગરપીપળીયાના ખેડૂતોએ હૈયાવરાળ ઠાલવીને જણાવે છે તેમજ પાકને થયેલ નુકસાનીનું સર્વ કરવા માટે આજદિન સુધી કોઈ અધીકારીઓ આવેલ નથી માટે જ તાત્કાલિક અસરથી સર્વે કરવામાં આવે અને વહેલી તકે ખેડૂતોને થયેલ પાકના નુકશાનીનું વળતર આપવામાં આવે તે માટેની રજુઆત કરવા લોધીકા તાલુકા પંચાયત કચેરી તેમજ મામલતદાર કચેરી જવાનું ગામના સરપંચ કમલેશભાઈ સાકરીયા તેમજ ખેડૂતોએ જણાવેલ છે.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા

Related posts

Leave a Comment