કેશોદમાંઆજથી મોટાભાગના ધંધા રોજગાર શરૂ એસટી વ્યવહાર બંધ

કેશોદ,

આજરોજ કેશોદ મા વહેલી સવારથી બજારોમાં લોકો જીવન જરૂરી ચીજવસ્તુઓની ખરીદી માટે જોવા મળ્યા બપોર બાદ શહેરની મુખ્ય ગણાતિ આંબાવાડી કાપડ બજારના વેપારીઓએ લોકડાઉનની શરૂઆત બાદ ધંધા રોજગારનો શુભારંભ કર્યો .
સમગ્ર વિશ્વમા કોરોના વાયરસની મહામારી આતંક મચાવી રહીછે જેમા આપણો દેશ પણ બાકાત રહ્યો નથી દિવસે દિવસે કોરોના પોઝીટીવ કેસોમાં સતત વધારો થતો જોવા મળી રહ્યો છે જે બાબતે દેશ ભરમાં એક દિવસીય જનતા કર્ફ્યુ બાદ એકવીસ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ હતું ત્યાર બાદ ફરિથી ત્રણ તારીખ સુધી લોક ડાઉન લંબાવ્યા બાદ ફરિથી આગામી સતર તારીખ સુધી લોક ડાઉન લંબાવવામાં આવ્યુ છે ત્યારે મુખ્યમંત્રીની અધ્યક્ષ સ્થાને મીટીંગ મળેલી જેમા લેવાયેલ નિર્ણય મુજબ જુદા જુદા વિસ્તારોના જીલ્લાઓને રેડ ઝોન ઓરેંજ ઝોન અને ગ્રીન ઝોન જાહેર કરવામા આવ્યા ત્યારે તમામ ઝોનમાં પાનની દુકાનો બંધ રાખવાનો નિર્ણય કરવામા આવ્યો . તે સિવાયના મોટા ભાગના તમામ ધંધા રોજગાર શરતી મંજુરી સાથે અલગ અલગ નિયત કરેલા સમય મુજબ ધંધા રોજગાર શરૂ કરવા જીલ્લા કલેકટર દ્વારા બહાર પાડવામાં આવેલ જાહેરનામા મુજબ ધંધા રોજગાર શરૂ કરવામાં આવતા કેશોદની બજારોમા લોકો ખરીદી માટે જોવા મળ્યા હતા. સવારના સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી લોકોને અવરજવર માટે જુનાગઢ જિલ્લામાં છુટકારો મળતા લોકોને ઘર બહાર નીકળવામાં રાહત મળી છે.

જો કે સાંજના સાતથી સવારના સાત સુધી કોઈ જરૂરી ઈમરજન્સી કામ સિવાય બહાર ફરી શકશે નહિ અને જાહેરનામાનુ પાલન કરવા સાથે સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાા નું રહેશે આજે ધંધાા રોજગાર શરૂ કરવાની છુટછાટ સાથે લોકો બજારોમાં ખરિદી કરતા જોવા મળ્યા હતા. તો કોઈ જગ્યાએ નહીવત સોશ્યલ ડીસ્ટન્સનો ભંગ થતો જોવા મળ્યો હતો . પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામા આવી રહ્યુ છે.

રિપોર્ટર : જગદીશ યાદવ, જૂનાગઢ

Related posts

Leave a Comment