ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં પી જી વી સી એલ ની બેદરકારી…….

ઢસા,

ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં પી જી વી સી એલ ની બેદરકારી ગઢડા તાલુકાના ઢસા જંકશનમાં લોકડાઉન વચ્ચે ઢસા જંકશન ખાતે લાઈટ ના ધાંધિયા,  આ અંગે વારંવાર રજુઆત કરવા છતાં PGVCL ના આંખ આડા કાન કરતાં હોય એમ લાગી રહ્યું છે.

હાલ કોરોના મહામારી ને લઈ લોકડાઉન ચાલી રહ્યું છે જ્યારે લોકો લોકડાઉન નું પાલન પણ પોતાના ઘરમાં રહી કરી રહ્યા છે. તેવામાં આ ધોમ ધમતી ગરમી માં બપોરના સમયે દરરોજ લાઈટ ના ધાંધિયા જોવા મળે છે. તેમજ હાલ મુસ્લિમ સમાજ માં પવિત્ર રમઝાન માસ પણ શરૂ હોવાથી આ કાળઝાળ ગરમીમાં લાઈટ વગર ઘેર રહેવું પણ લોઢા ના ચણા ચાવવા સમાન થઈ ગયું છે. તો ઢસા જંકશન માં તેમજ ખાસ કરીને ઢસા જં. મસ્જિદ વિસ્તાર, ગાયત્રીનગર રાણીઁગા વિસતાર સાથે ઢસાગામ પી જી વી સી એલ નુ કનેકશન અમુક ગોદડીયા નગર મા પણ, સાથે કનેકશન ઢસાગામ માથી કનેકશન આવવાથી હાલાકી ભોગવવી પડે છે .

તેમજ આજુબાજુ માં લાઈટ ડીમ થવી તેમજ લાઈટ ગુલ થવાના બનાવો સામે PGVCL દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવે તેવી લોક માંગણી છે.  ત્યાર બાદ ગોદડીયા નગર મા હકીકત લાઈટબીલ આવે તો દામનગર પી જી વી સી એલ ને ભરવુ પડે છે. ગોદડીયાનગર અમુક વિસ્તારમાં જ છે. ઢસાગામ થી લાઈટ કનેકશન આવે છે . અમારી માંગણી પણ છે કે ગોદડીયા નગર વાળા ને કાયદેસર દામનગર પીજીવીસીએલ આઁબરડીપરા માથી લાઈટ જયોતિગરામ સાથે જોડી દે તો સારુ ( નારાયણનગર)માથી કનેકશન દામનગર પીજીવીસીએલને જાણ કરી છતા ધ્યાન નથી આપતા. કનેકશન ફેરવી આપો તો ધ્યાન નથી આપતા.

રિપોર્ટર : આસીફ રાવાણી,  ઢસા

Related posts

Leave a Comment