તેરવાડા (રબારીવાસ) દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા વૃક્ષા રોપણ કરાયું

દિયોદર,

કાંકરેજ તાલુકા ના તેરવાડા ગામે આવેલ રબારી વાસ દૂધ ઉત્પાદક સહકારી મંડળી દ્વારા ગત રોજ તેરવાડા ગામે વૃક્ષા રોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિવિધ પ્રકારના અલગ અલગ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું. એસિયા ની નંબર વન અને બનાસકાંઠા જિલ્લા માં આવેલ બનાસડેરી ના ચરેમેન શંકરભાઇ ચૌધરી દ્વારા જિલ્લા ને હરિયાળો બનાવવા માટે છેલ્લા બે વર્ષથી અથાગ પ્રયત્નો કરી રહ્યા છે.

બનાસડેરી દ્વારા જિલ્લા ના તમામ ગામો માં વૃક્ષો મોકલવામાં આવી રહ્યા છે. જેમાં દરેક ગામ ની દૂધ મંડળી ના મંત્રી ચેરમેન સભાસદો તેમજ દૂધ ઉત્પાદક ખેડૂતો સાથે મળી વૃક્ષા રોપણ કરી રહ્યા છે, જયારે ગત રોજ કાંકરેજ તાલુકા ના તેરવાડા ગામે આવેલ રબારીવાસ દૂધઉત્પાદક સહકારી મંડળી ના મંત્રી શાંતિજી ઠાકોર સહિત દુધ ઉત્પાદક ખેડૂત મિત્રો દ્વારા ગામ માં વિવિધ પ્રકારના વૃક્ષો નું રોપણ કરવામાં આવ્યું હતું.

રિપોર્ટર : પ્રદિપસિંહ વાઘેલા,

Related posts

Leave a Comment