ભંડુરી ખાતે ૧૫૦ કિશોરીઓને સ્વ-રક્ષણના દાવની ૮ દિવસની તાલીમ અપાઇ

હિન્દ ન્યૂઝ,

જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિત સ્વ-રક્ષણની તાલીમ અપાઇ

જૂનાગઢ મહિલા અને બાળ અધિકારી તથા ડિસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે સેલ્ફ ડિફેન્સ તાલીમનું આયોજન જૂનાગઢ જિલ્લાના ખાણ કામથી પ્રભાવિત વિવિધ તાલુકાઓના ગ્રામ્ય વિસ્તારોમાં કરવામાં આવે છે. જેમાં જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના તાલુકાના ભંડુરી ગામ ખાતે ગામની માતૃશ્રી જી.આર.એ.પંડ્યા સ્કુલ ખાતે ૧૫૦ કિશોરીઓને સ્વ-રક્ષણના દાવની ૮ દિવસની તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં કિશોરીઓને સ્વ-રક્ષણના દાવ જેવા કે, જુડો, લાઠી દાવ, ચુની દાવ સહિત અન્ય સ્વ-રક્ષણના દાવ શીખવવામાં આવ્યા હતા અને સ્વ-રક્ષણ દ્વારા કેવી રીતે પોતાને સલામત રાખી શકાય તે અંગે વિસૃતૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત સહભાગી થયેલ તમામ કિશોરીઓને સેલ્ફ ડિફેન્સ કીટ અને આઇઇસી વિતરણ તેમજ પોષ્ટીક અલ્પાહાર આપવામાં આવ્યો હતો. આ તાલીમમાં ગામની કુલ ૧૫૦ કિશોરીઓને બહોળા પ્રમાણમાં સહભાગી થઇ લાભ મેળવ્યો હતો. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન મહિલા શક્તિ કેન્દ્રની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

Leave a Comment