રાજકોટ શહેર જીલ્લામાં કોરોના સંક્રમણ અટકાવવા માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા મહોરમ નિમિતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લામાં સંક્રમણ વધતું અટકાવવા માટે જીલ્લા કલેકટર રેમ્યા મોહને તહેવાર સંબંધી એક જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. જેમાં જણાવ્યા પ્રમાણે મુસ્લિમ બીરાદરોનો પવિત્ર પર્વ મહોરમ આગામી તારીખ.૩૦ અને ૩૧ તારીખે આવતો હોય. આ મહોરમ અંતર્ગત શેરી, મહોલ્લામાં કે વિસ્તારમાં તાજીયા ઠંડા ન કરવા, વિસર્જન ન કરવું, બે ફૂટથી વધુ ઉંચાઈ ન રાખવી, સ્થાપના ન કરવી, જાહેરમાં મંડપ, પંડાલ કે ડેકોરેશન ન કરવું તેમજ ધાર્મિક વિધિ માટે ડી.જે ન વગાડવું, જાહેરમાં કોઈ ઝુલુસ ન કાઢવું, કોઈની ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય ન કરવું, મહોરમ નિમિતે કોરોના સંક્રમણ અટકાવવા તમામે…

Read More

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી રાજ્યભરની મહાનગરપાલિકાઓ અને નગરપાલિકાઓને રૂ.૧૦૦૦ કરોડથી વધુની ફાળવણી

કોડીનાર, પારદર્શી અને લોકાભિમુખ વહિવટની નેમને સાર્થક કરનાર રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વવાળી રાજ્ય સરકારે ચાર વર્ષ પૂર્ણ કરી પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો છે ત્યારે રાજ્યભરની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓને વિકાસના કામો માટે વિડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી કુલ રૂ.૧,૦૦૦ કરોડ જેટલી રકમની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત ગીર સોમનાથ જીલ્લાની તમામ નગરપાલિકાને માન.મંત્રી વાસણભાઇ આહિર ના અધ્યક્ષ સ્થાને કલેક્ટર ઓફિસ ઈણાજ ખાતે યોજાયેલ જેમાં કોડીનાર નગરપાલિકાને રૂ.૧,૧૨,૫૦૦૦૦/- અંકે રૂપિયા એક કરોડ બાર લાખ પચાસ હજાર નો ચેક નગરપાલિકા પ્રમુખ ફાતેમાબેન જુણેજા, ઉપ.પ્રમુખ સુભાષભાઈ ડોડીયા તથા ચીફ ઓફિસ પુજારા ની હાજરીમાં…

Read More

વેરાવળ મા સામાન્ય વરસાદ મા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે તંત્ર જ્યારે ભારે નિંદ્રા હોય તેવું……

વેરાવળ, વેરાવળ શહેરમાં માત્ર સામાન્ય વરસાદ મા ઠેર-ઠેર પાણીના તરાવ જોવાં મળે છે. જેમાં શહેરના અનેક વિસ્તારો બેટ મા ફેરવવાયા છે. જેમાં રધુવશી સોસાયટી સિદ્ધિ વિનાયક સોસાયટી રેલવે ફાટક પાસે આવેલ વિસ્તાર તેમજ દીવાનયા કોલોની મસ્જિદ પાસે ના રોડ ઉપર ઠેર-ઠેર ખાંડા છે. ગોઠણ સમા પાણી ભરાઈ ગયા છે, જ્યારે આ બાબતે રીઝવાના બહેન તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ રાયઠૂઠા, બકુલ ચાપડીયા અફઝલ સર તેમજ કાજલ બેન લાખાણી આ વિસ્તારની પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી લોકો ની મુલાકાત લીધી. રિપોર્ટર : હારૂન કાલવાત,વેરાવળ.

Read More

બેંકના બે કલેક્શન એક્ઝિક્યુટિવને બોલાવીને કર્જદારે હુમલો કર્યો

વડોદરા, વડોદરા શહેરના ફતેગંજ વિસ્તારમાં આવેલા કમાટીપુરામાં રહેતા સિરાજભાઇ મજીદભાઇ ડબગર અને તેમનો મિત્ર અબ્બાસભાઇ IDFC બેંકમાં છેલ્લા 4 વર્ષથી લોનના નાણાં કલેક્શન એક્ઝિક્યુટિવ તરીકે કામ કરે છે. આજે સવારે 11 વાગ્યાની આસપાસ તેઓને મેમણ કોલોનીમાં ટુ-વ્હીલર લોનના EMI લેવા માટે સન્ની મેમણ નામના કર્જદારે બોલાવ્યો હતો. જ્યાં તેણે પોતાના સાગરીતો સાથે મળીને લોનનો બાકી પડતો હપ્તો લેવા ગયેલા બે કલેક્શન એક્ઝિક્યુટિવ ઉપર ગુપ્તીથી જીવલેણ હુમલો કર્યો હતો. ગુપ્તીથી જીવલેણ હુમલો કરીને આરોપીઓ ફરાર ઇજાગ્રસ્ત સિરાજભાઇ ડબગરના મિત્ર આકાશભાઇએ જણાવ્યું હતું કે, સન્ની મેમણ પાસે ટુ-વ્હીલર લોનના બાકી પડતા 10…

Read More

ભાભર પંથકમાં વરસાદી ઝાપટા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

ભાભર, બનાસકાંઠા માં ગત ચોમાસા દરમિયાન આ ચોમાસામાં વરસાદે હાથતાળી આપી હતી. જેમાં સરહદી અને અંતરિયાળ ગણાતા ભાભર અને સુઇગામ પંથક ગરમી અને બફારા વચ્ચે લાંબા વિરામ બાદ આખરે મેઘરાજાએ એન્ટ્રી કરી હતી. જેમાં વરસાદ ના આ બીજા રાઉન્ડમાં જોરદાર ઝાપટા પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જો કે સીઝન દરમિયાન વરસાદ ઓછો હોવાથી ખેડૂતો ને અમુક પાક માં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. પરંતુ આખરે બચી ગયેલા પાક ને જીવતદાન મળતાં ખેડૂતો માં પણ ખુશી નો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર : બાબુ ચૌધરી, ભાભર

Read More

દિયોદર ખાતે સફાઈ  કામદારો ની દિલ ધડક કામગીરી

દિયોદર, એક બાજુ કોરોના વાઇરસ ની ગંભીર મહામારી ચાલી રહી છે. જેમાં આવા સમયે જિલ્લા ના અનેક વિસ્તાર માં સારો વરસાદ પણ થયો છે ત્યારે આજે કેમેરા માં કેદ થયેલ તસ્વીર આમ તો ઘણું બધું કહી જાય છે. દિયોદર હાઇવે વિસ્તાર પર ગટર લાઇન માં વરસાદી પાણી ના નિકાલ માટે ગ્રામ પંચાયત ના સફાઈ કર્મચારીઓ દ્વારા દિલ ધડક કામગીરી કરવામાં આવી રહી છે.   જેમાં એક બાજુ કોરોના વાઇરસ ની મહામારી છે. જેમાં કોરોના ના યોદ્ધા તરીકે જેમને આપણે સન્માન કરીએ છે તેવા સફાઈ કામદારો પણ ગામ ને સ્વચ્છ રાખવા…

Read More

મીઠીબોર ગામે કૂવામાંથી મહિલાની લાશ મળી આવી

છોટાઉદેપુર,   છોટાઉદેપુરના કોઠારા ગામની વૃદ્ધ મહિલાની લાશ મીઠીબોર ગામે પથ્થરની જૂની ખાણમાં આવેલ કૂવામાંથી બંધ પોટલામાં મળી આવી છે. લાશ મળી આવતા આસપાસના આદિવાસી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. મૃતકના પુત્રએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે આવી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટર : નઈમ હુઈ, છોટાઉદેપુર

Read More

સુરત સહારા દરવાજા ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટી. આર.બી નો જવાન ભાન ભુલ્યો

સુરત, સુરત શહેરનાં સહારા દરવાજા વિસ્તારમાં ટી.આર.બી જવાનનો લુખ્ખાગિરી કરતો વીડિયો વાઈરલ થતાં ચકચાર મચી જવા પામી છે. વીડિયોમાં ગાડી ચાલક સાથે ખુલ્લેઆમ દાદાગીરી કરી અને માસ્ક સુદ્ધા પહેરવાની તસ્દી લીધી ન હતી. ટી.આર.બી ના જવાનને ગાડી પકડવાનો હક નથી તો વાહનચાલકને ધક્કા મારવાનો અધિકારી કોણે આપ્યો.? ગાડી ઝૂંટવી લઈ વાહનચાલક સાથે તોછડાઈ ભયુ વર્તન વીડીયો માં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ટી.આર.બી. ની કામગીરી ને લઈ અગાઉ અનેક વિવાદિત કિસ્સાઓ પ્રકાશમાં આવ્યાં છે. ટી.આર.બી.ના જવાન દ્વારા ટ્રાફિક સંચાલન કરવાને બદલે વાહનચાલકોને પકડી રોકડી કરવામાં મસ્ત ટી.આર.બી.ના જવાને સમગ્ર ટી.આર.બી. ના…

Read More

રાજકોટ શહેર જીલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા ફિમેલ હેલ્થવર્કર કુલ.૨૫ બહેનોને ફિમેલ હેલ્થ સુપરવાઈઝરમાં પ્રમોશન

રાજકોટ, રાજકોટ શહેર જીલ્લા વિકાસ અધિકારી અનિલકુમાર રાણાવસિયા દ્વારા ઉપરોકત બાબતે સતત રસ લઈને બહેનોને વહેલામાં વહેલ તકે પ્રમોશન મળે એવા સતત પ્રયત્નો કરેલ જેમાં મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી ડો.ભંડેરી, ડે.ડી.ડી.ઓ. ગોહિલ તથા વહીવટી અધિકારી ગોંડલીયાના તથા જીલ્લા પંચાયતના વકીલ મુનસા તથા આરોગ્ય શાખાની વહીવિટી ટીમ દ્વારા સતત પ્રયત્નશીલ રહી કામગીરી પૂર્ણ કરી છે. આરોગ્ય કર્મચારીઓના બાકીના પ્રશ્ર્નો વહેલી તકે ઉકેલ આવે એવી અપેક્ષા રાખેલ છે. આ તકે આરોગ્ય મંડળના પ્રમુખ એન.પી.ડઢાણિયા, મહામંત્રી આર.ડી.ગોહિલ, માનસીંગભાઈ, મારૂભાઈ, સોલંકીભાઈ, સહદેવભાઈ, સિધ્ધપરાબેન, કુમારખાણિયા બહેન, ચૌહાણબેન, ડોડીયાભાઈ, સેજાણીભાઈ, લકકડભાઈ, કરણભાઈ, કાથરોટીયાભાઈ દ્વારા આભાર વ્યકત…

Read More

રાજકોટ શહેરના વિકાસ માટે રૂ.૭૮.૭૧ કરોડની ગ્રાન્ટ ફાળવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

રાજકોટ, રાજકોટ શહેરના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હંમેશા સહયોગ મળતો રહ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા જયેશભાઈ રાદડિયા, ગુજરાત કોળી અને ઠાકોર વિકાસ નિગમના ચેરમેન ભુપતભાઈ ડાભીએ સરકાર વતી શહેરના વિકાસ માટે રૂ.૭૮.૭૧ કરોડનો ચેક અર્પણ કરવામાં આવેલ છે. આ ચેક અર્પણ કાર્યક્રમ પ્રસંગે સાસંદ મોહનભાઈ કુંડારીયા, અભયભાઈ ભારદ્વાજ, રાજકોટ શહેર પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ધારાસભ્યઓ ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. શહેરના વિકાસ માટે ગ્રાન્ટ ફાળવવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ…

Read More