અમરનાથ યાત્રાએ જનાર શ્રદ્ધાળુઓ માટે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા અલાયદી વ્યવસ્થા ઉભી કરાઇ

હિન્દ ન્યુઝ, ભાવનગર

વર્ષ ૨૦૨૩ માં અમરનાથ યાત્રામાં જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓ માટે, સર તખ્તસિંહજી હોસ્પીટલ, ભાવનગર ખાતે તબીબી પ્રમાણપત્ર ઇશ્યુ કરવા માટે, રુમ નં -૧૭, ગ્રાઉન્ડ ફ્લોર, નવું ઓપીડી બિલ્ડીંગ, સર તખ્તસિંહજી હોસ્પીટલ ભાવનગર ખાતે તા. ૦૧/૦૪/૨૦૨૩ થી અઠવાડીયામાં સોમવારથી શુક્રવાર સુધી (જાહેર રજાના દિવસો સિવાય) બપોરે ૦૩.૦૦ કલાક થી સાંજના ૦૫.૦૦ કલાક સુધી અલાયદી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. અમરનાથ યાત્રાએ જવા માંગતા તમામ શ્રધ્ધાળુ યાત્રીઓને જણાવવાનુ કે આ અંગે તેઓએ તેમની ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રકીયા પુર્ણ કરી, નિયત ફોર્મ સાથેની અરજી કચેરીના કામકાજના સમય દરમ્યાન ઇન્વર્ડ વિભાગ, તબીબી અધિક્ષકશ્રીની કચેરી ખાતે જમા કરવાની રહેશે. શ્રદ્ધાળુ યાત્રીઓને અરજી આપ્યા બાદ ક્રમાનુસાર અમરનાથ યાત્રા સબંધિત જરુરી તબીબી ફીટનેસ માટે અત્રેની કચેરી દ્વારા બોલાવવામાં આવશે તેમ સર તખ્તસિંહજી હોસ્પિટલની યાદીમાં જણાવાયું છે.

Related posts

Leave a Comment