ધોરણ 6 થી 12ના શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત નિઃશુલ્ક શિક્ષણ માટેની અમૂલ્ય તક

હિન્દ ન્યુઝ, ભાવનગર

ગુજરાત સરકાર દ્વારા આગામી શૈક્ષણિક સત્ર 2023-24થી સામાજિક ભાગીદારી દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્શિયલ સ્કુલ્સ, જ્ઞાનસેતુ ડે સ્કુલ્સ, .રક્ષાશકિત સ્કુલ્સ યોજનાઓ શરુ થઇ રહી છે. આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિધાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડીઝીટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજ્જ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. વિધાર્થીઓના સર્વાંગી વિકાસ માટે આધુનિક શૈક્ષણિક માળખું રેસીડેન્શિયલ સ્કુલ્સમાં નિવાસી છાત્રાલય, રમત-ગમત, કલા અને કૌશલ્ય તાલીમ, શ્રેષ્ઠ શિક્ષણ પદ્ધતિઓ અને ઉચ્ચ અધ્યાપન સામગ્રી વગેરે સુવિધાઓ પ્રદાન કરવામાં આવશે. પ્રતિભાશાળી વિધાર્થીઓની પ્રતિભાનું સંવર્ધન કરવામાં આવશે અને તેઓને કારકિર્દી માર્ગદર્શન સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરાવવામાં આવશે.

Related posts

Leave a Comment